રાજ્યસભા – તમે યોગ કરો પરંતુ ઈતિહાસ અને તથ્યોનું શીર્ષાસન ન કરાવોઃ આનંદ શર્મા

0
0

રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ ભાજપને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. તેમને કહ્યું કે, બીજી વખત મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારે નવા અધ્યાય લખાશે તેવી આશાઓ છે. ચૂંટણીમાં કટાક્ષ અને આરોપ પણ લાગે છે પરંતુ હવે વડાપ્રધાન તરફથી કડવી વાતો બંધ થશે તેવી આશા છે. છેલ્લા પાંચ વર્ષમાં કથની અને કરણીમાં ઘણું અંતર રહ્યું છે. આ અંતરને વડાપ્રધાન જ દુર કરી શકે છે. શર્માએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ નિરાશાજનક છે પરંતુ આ તેમની મજબૂરી છે.

આનંદ શર્માએ કહ્યું કે, અભિભાષણમાં શા માટે જવાહરલાલ નહેરુનું નામ નથી, તેમને ગાંધી સાથે આઝાદીની લડાઈની આગેવાની કરી અને તેઓ માફી લખીને જેલમાંથી બહાર આવ્યા નથી. જે પરિવારને તમે કોસો છો તેને પોતાનું બધું જ ત્યાગ કરીને જેલમાં પુસ્તકો લખ્યા હતા. તમે યોગ કરો પરંતુ ઈતિહાસ અને તથ્યોનું શીર્ષાસન ન કરાવો.

આનંદ શર્માએ કોંગ્રેસ શાસનમાં બનેલી આઈઆઈટી જેવા સંસ્થાનોનો ઉલેખ્ખ કરતા કહ્યું કે, 2004થી 2014 સુધી દેશની અર્થવ્યવસ્થાને ચાર ગણી કરનારા દુનિયાનો પહેલો દેશ મનમોહનસિંહની આગેવાનીમાં બન્યો હતો.તેમને કહ્યું કે, તમે ફક્ત 5 વર્ષમાં 8 ટકા જ જીડીપી વધારી શક્યા છો બાકીની જીડીપી શું સાથે લઈને આવ્યા હતા. કેવી રીતે વાતો આ ભાષણામાં કરવામાં આવી હતી. દેશનો જીડીપી સતત ઘટી રહ્યો છે, બેરોજગારી વધી રહી છે. ખેડૂતોની પરિસ્થિતી કપરી બની રહી છે. આવું ન્યૂ ઈન્ડિયા ન બનાવશો. આજે રોજગાર સાથે ઉદ્યોગ અને રોકાણ પણ ઘટી ગયું છે સરકાર રોકાણ નથી કરી રહી અને ભારત આગળ વધી રહ્યો છે. આ કેવી રીતે શક્ય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વ્યવહાર શક્ય નથી. સંઘીય ઢાંચામાં આવું શક્ય નથી.

નુસરતે કેન્દ્રીય વિદ્યાલય નિર્માણની માગ કરીઃ લોકસભામાં ટીએમસી સાંસદ નુરસત જહાએ પોતાના પહેલા સંબોધનમાં પોતાના સંસદીય વિસ્તાર બશીરહાટનાં કેન્દ્રીય વિદ્યાલયના નિર્માણનો મુદ્દો ઉઠાવતા કહ્યું તે, વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપવા માટે આ યોગ્ય પગલું હશે. તેમને સરકારને કેન્દ્રીય વિદ્યાલયના નિર્માણની અપીલ કરતા કહ્યું કે, બશીરહાટ સરહદ પાસે આવેલો વિસ્તાર છે અને અહીં મોટી સંખ્યામાં પૂર્વ સૈન્યકર્મીઓ રહે છે. તેમને કહ્યું કે અહીં 60 કિમીના વિસ્તારમાં કોઈ કેન્દ્રીય વિદ્યાલય નથી અને આ વિસ્તાર પણ ઘણો પછાત છે. નુસરતે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોના લોકોની ઓછી આવકને કારણે તેઓ તેમના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાં મુકવા માટે સક્ષમ નથી, એવામાં કેન્દ્રીય વિદ્યાલયનું નિર્માણ ત્યાંની જનતા માટે ઘણું મદદગાર સાબિત થશે.

મિમીએ ક્ષેત્રની સમસ્યાઓ અંગે મુદ્દા ઉઠાવ્યાઃ લોકસભામાં ટીએમસી સાંસદ મિમી ચક્રવતીએ પોતાના પહેલા સંબોધનામાં જાદવપુરના ચંપાહાટી રેલવે સ્ટેશન પર ક્લાઈ ઓવરના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો. મિમીએ કહ્યું કે ક્લાઈ ઓવર ન હોવાની કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. તેમને કહ્યું કે, આ જ કારણે દર્દીઓ અને વિદ્યાર્થીઓ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને વિદ્યાપુરમાં રેલવે ક્રોસિંગની માગ કરતા કહ્યું કે, આ કામ સરકાર ઝડપથી કરાવે જેથી લોકોની સમસ્યાને દુર કરી શક્યા અને દુર્ઘટનાઓને રોકી શકાય.

રાષ્ટ્રપતિનું ભાષણ જામીની હકીકતને નકારે છે- આનંદ શર્માઃ આનંદ શર્માએ કહ્યું કે, વડાપ્રધાનને નવા શબ્દોનો શોખ છે અને આ વખતે ઘણા નવા શબ્દો બનશે. 2014માં પહેલી વખત હિન્દુસ્તાન જાગ્યું, 2014માં જ હિન્દુસ્તાનનું સફર શરૂ થયું, આ વાત રાષ્ટ્રપતિના અભિભાષણમાં ઉમેરવામાં આવી. શું 1947 થી 2014 સુધી દેશ ગાઠ નિંદ્રામાં હતો? ત્યારે વિકાસ જ નહોતો થયો. બધું જ 2014થી શરૂ થયું આ માનસિકતા યોગ્ય નથી અને તેનો ત્યાગ કરવો જોઈએ. રાષ્ટ્રપતિનું ભાષણ જમીની હકીકતને નકારે છે અને જનતાના વિવેકને તમે પડકાર આપી રહ્યા છો. દરેક આપને જીતની શુભેચ્છાઓ પાઠવી અને હાર જીત તો લોકતંત્રનો ભાગ છે. તમને પણ આવડી મોટી જીત મળી હોવાનો વિશ્વાસ નહીં થતો હોય અમે અહીંયા જ રહીં ગયા પણ એક વાત જરૂર કહીશ કે અમારી અને તમારી વિચારાધારાઓ ઘણી અલગ છે.

યોગ દિવસ મનાવી રહ્યા છે, તો અહિંસા દિવસ કેમ નહીં- શર્મા: આનંદ શર્માએ કહ્યું કે, વિપક્ષ પોતાની રક્ષાત્મક ભૂમિકા નિભાવશે અને દેશની જનતા આશા રાખે છે કે દેશનો વિપક્ષ મજબૂત રહે. સરકારની ભૂલોની ટીકા વિપક્ષ કરશે. જ્યાં સરકાર ભૂલ કરશે તેનો વિરોધ પણ વિપક્ષ કરશે. તમે લોકો UNના યોગ દિવસની ઉજવણી કરો છો પરંતું ગાંધી જયંતિને UNએ આંતરરાષ્ટ્રીય અહીંસા દિવસ જાહેર કર્યો છે શા માટે તમે લોકોએ દિવસની ઉજવણી નથી કરી રહ્યાં, કેમ તે અંગેનો ઉલ્લેખ પણ ભાષણમાં કરવામાં આવ્યો ન હતો. આજે દેશને અહિંસાના સંદેશની જરૂર છે. દેશ સરકારનું એક્શન જોવા માગે છે કે આવી ઘટનાઓ માટે કેવા પગલા લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here