- Advertisement -
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ડર છે. ત્યારે આ વખતે કોંગ્રેસના ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવશે. 2017માં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગાલુરુના ઈગલ્ટન રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.જોકે આ વખતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવશે. આજે બપોર બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાનેથી વોલ્વો બસમાં તમામ ધારાસભ્યો માઉન્ટ આબુ જવા માટે રવાના થશે.રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફરીથી ભયના ઓથા હેઠળ જોવા મળી રહ્યું છે. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી બધા ધારાસભ્યોને લઇને રાજસ્થાનના પર્યટક સ્થળ એવા માઉન્ટ આબુ ખાતે લઇ જશે.