Saturday, February 24, 2024
Homeરાજ્યસભા : કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યો પ્રસ્તાવ,...
Array

રાજ્યસભા : કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યો પ્રસ્તાવ, BJD-સપાનું સમર્થન

- Advertisement -

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા વિશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ લોકસભામાં પાસ થઈ ગયો છે પરંતુ રાજ્યસભામાં તેને પાસ કરાવવો સરકાર માટે પડકાર સમાન છે. જોકે રાજ્યસભામાં બીજેડી, ટીએમસી અને સપાએ રાષ્ટ્રપતિ સાશનને વધારવા માટે સમર્થન આપ્યું છે.

ગયા કાર્યકાળમાં પણ મોદી સરકાર સામે ઘણી વખત આ મુશ્કેલી આવી હતી. મોદી સરકાર લોકસભામાં તેમના બિલ સરળતાથી પસાર કરાવી શકે છે પરંતુ રાજ્યસભામાં બિલ પાસ કરાવવું મોદી સરકાર માટે પડકાર સમાન હોય છે. ત્રિપલ તલાક બિલ તેનું જ એક ઉદાહરણ છે.

રાજ્યસભામાં હાલની સ્થિતિ જોવામાં આવે તો કુલ સાંસદોની સંખ્યા 245 છે. તેમાં એનડીએ પાસે 104 સભ્યો છે. રાજ્યસભામાં બહુમતી માટે 123 સભ્યો જોઈએ. તેથી મોદી સરકારને રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવું હોય તો અન્ય પાર્ટીની મદદ લેવી પડશે.

NDAના આંકડા (104)

BJP- 75
AIADMK- 13
AGP- 1
JD(U)- 6
AKALI DAL- 3
SHIV SENA- 3
NOMINATED-3

કોની મદદ લઈ શકે છે બીજેપી?

ગૃહમાં એવી ઘણી પાર્ટી છે જેમનું વલણ ભાજપ પ્રત્યે નરમ છે. તેમાં ઓરિસ્સાના બીજેડી અને આંધ્રપ્રદેશની YSR પાર્ટી સામેલ છે. જો અન્ય પાર્ટીઓનું સમર્થન ભાજપને મળે તો જુઓ કેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

BJD-5
YSR Congress- 2

આ સંજોગોમાં વિપક્ષી પાર્ટીઓની વાત કરીએ તો તેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ પાસે રાજ્યસભામાં 48, ટીએમસી પાસે 13, બસપા 4, સપા 13 અને એનસીપીની 4 જેવી પાર્ટીઓ સામેલ છે.

નોંધનીય છે કે, આગામી થોડા સમયમાં અમુક જગ્યાએ રાજ્યસભાની ચૂંટણી થવાની છે. આ સંજોગોમાં એનડીએને આશા છે કે, તે નવેમ્બર 2020 સુધી રાજ્યસભામાં પણ બહુમતી મેળવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular