મુંબઈ : રાકેશ ઝુનઝુનવાલાએ બ્રિટિશ રોકાણકારને કહ્યું-પાકિસ્તાનમાં જઈ રોકાણ કરો

0
16

મુંબઈઃ દેશના મોટા ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા બ્રિટનના એક રોકાણકાર દ્વારા દેશમાં બેરોજગારી મુદ્દે વારંવાર સવાલ કરાતાં અકળાયા હતા. તેમણે બ્રિટનના એ ઈન્વેસ્ટરને સલાહ આપી હતી કે જો તેમને ભારતમાં રોજગારીના અભાવ અંગે શંકા છે તો તેમણે પાકિસ્તાનમાં જઈને રોકાણ કરવું જોઈએ. ઝુનઝુનવાલાએ વિશ્વ હિન્દુ આર્થિક મંચ પર આ ટિપ્પણી કરી હતી. બ્રિટનના રોકાણકારે ચર્ચા વચ્ચે બેરોજગારી અંગે સવાલ કર્યો હતો. તે અંગે ઝુનઝુનવાલાએ કહ્યું કે જો તમે નથી ઇચ્છતા(ભારતમાં રોકાણ કરવાનું) તો તમે પાકિસ્તાન જાઓ. અગાઉ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે બેરોજગારીનું એકમાત્ર સમાધાન ઝડપી આર્થિક વિકાસ જ છે. બંને વચ્ચે ચર્ચાની શરૂઆતમાં ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે જો બેરોજગારી આટલી વધારે હોત તો શું દેશની નાણાંકીય રાજધાનીમાં એક ડ્રાઈવર શોધવું મુશ્કેલ ના હોત?

શંકા કરનાર પાસેથી રોકાણ નથી જોઇતું: ઝુનઝુનવાલા

બ્રિટનના રોકાણકારે તેના જવાબમાં કહ્યું કે મુંબઈની બહાર પણ ભારત છે. ગત દાયકામાં ઉચ્ચ વૃદ્ધિ દર પછી પણ બેરોજગારી હતી. એક એવો સમય પણ આવ્યો જ્યારે ઝુનઝુનવાલાએ બ્રિટનના રોકાણકારને ચૂપ રહેવા કહી દીધું. તેમણે કહ્યું કે રોકાણકાર તરીકે તેમને આ સવાલ યોગ્ય નથી લાગતા. જ્યારે રોકાણકારે કહ્યું કે ભારતને વિદેશી નાણાંની જરૂર છે ત્યારે ઝુનઝુનવાલાએ કહ્યું કે અમને આવા શંકા વ્યક્ત કરનારા લોકો પાસેથી રોકાણ નથી જોઈતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here