રાકેશ રોશન પોતાની અને પરિવારની સુરક્ષા કાજે મુંબઇ છોડીને લોનાવલા શિફ્ટ

0
6

કોરોના વાયરના વધતા જતા પ્રકોપના કારણે રાકેશ રોશન પોતાની અને પરિવારની સુરક્ષા કાજે મુંબઇ છોડીને લોનાવલા શિફ્ટ થઇ ગયા છે. તેમની સાથે તેમની પત્ની પિંકી અને પુત્રી સુનૈના છે. જ્યારે હૃતિક રોશન મુંબઇમાં પોતાના બંગલામાં રહે છે.

રાકેશ રોશન કેન્સર સર્વાઇવર છે. તેવામાં તેમને પોતાનું વધુ ધ્યાન રાખવું પડે એમ છે. તેથી તેમણે હાલ મુંબઇમાં કોરોનાનો હાહાકર જોઇએ મુંબઇથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તે મુંબઇમાં ફક્ત પોતાના મહત્વના કામ માટે જ આવે છે.

સોશિયલ મીડિયાનાએક પોર્ટલ સાથે રાકેશ રોશને વાત કરતાં કહ્યુ હતુ કે, જ્યા સુધી આ મહામારીનો અંત ન આવે ત્યા સુધી અમે લોનાવલામાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. મને જ્યારે પણ કામ હોય છે ત્યારે હું મુંબઇ આવીને કામ પતાવીને ફરી લોનાવલા જતો રહું છું.

રાકેશ રોશન મુંબઇમાં જુહુના પ્લાઝો બિલ્ડિંગના ૮,૯ અને ૧૦મા માળે રહે છે.

રાકેશ રોશને કોરોનાની વેક્સિન પણ લગડાવી દીધી છે. જેની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર પણ મુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here