રાખી સાવંતે યુકેથી શૅર કરી પોતાના પતિના ઘરની તસવીર, દેખાયું આ…

0
0

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના લગ્નની વાતને લઇને ચર્ચામાં છવાયેલી છે. રાખીએ દાવો કર્યો હતો કે તેણે એનઆરઆઈ બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કરી લીધા છે. તાજેતરમાં જ રાખીએ પોતાના યૂકેમાં આવેલા તેના ઘરની તસવીરો શૅર કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ તસવીરોમાં નોટોના ઢગલાંની સાથે સાથે એક બંદૂક પણ દેખાય છે.

રાખી સાવંતે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પતિ રિતેશના ઘરનો વીડિયો શૅર કર્યો છે, આમાં રાખી કહે છે કે,’મિત્રો તમે જોઇ શકો છો કે, આ મારું યુકેનું ઘર છે, છેને સરસ, હું હાલ રસ્તા પર વૉક કરવા નીકળી છું, અહીં ખૂબ જ ચાલવું પડે છે, થેન્ક્યૂ રિતેશ આ સુંદર ઘર માટે, મને ખબર છે લોકો શું કહેશે, પણ મને તેનાથી ફરક નથી પડતો, હું અહીં હનીમૂન પર છુપાઇને આવી છું, અને મારા ચાહકો અહીં પણ છે.’

આ સિવાય રાખીએ ઘરી અંદરની પણ કેટલીક તસવીરો શૅર કરી છે.આ તસવીરોમાં રાખી સાવંત પોતાની યૂકેની લાઇફસ્ટાઇલને દર્શાવી રહી છે.

આ તસવીરોની સાથે એક તસવીર એવી પણ છે જેમાં ટેબલ ઉપર નોટોના બંડલ મૂકેલા છે, આ સિવાય નોટો પર એક બંદૂક પણ રાખેલી છે. આ છેલ્લી તસવીરને જોઈને એ કહેવું મુશ્કે છે કે આ તેનું ઘર છે કે ચોરી કરેલી કોઇક તસવીર…

જણાવીએ કે રાખીએ 28 જુલાઇના મેરિયટમાં ચુપચાપ લગ્ન કરી લીધા હતા. ત્યારથી તેના લગ્ન એક રહસ્ય બનેલા છે. તેનું કહેવું છે કે તેણે યૂકેના એક એનઆરઆઇ રિતેશ સાથે લગ્ન કરી લીધા છે જે ડોનાલ્ડ ટ્રમ્પનું કામ મેનેજ કરે છે. હાલ રાખી સાવંત યૂકેમાં પોતાનું હનીમૂન મનાવવા માટે ગઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here