Saturday, April 20, 2024
Homeબિગ બોસ 14 : રાખી સાવંતની માતા ICUમાં દાખલ, ભાઈએ કહ્યું- 'પિત્તાશયનું...
Array

બિગ બોસ 14 : રાખી સાવંતની માતા ICUમાં દાખલ, ભાઈએ કહ્યું- ‘પિત્તાશયનું ઓપરેશન શક્ય નથી, હવે કીમોથેરપી થશે’.

- Advertisement -

‘બિગ બોસ 14’માં રાખી સાવંતે ચેલેન્જર તરીકે એન્ટ્રી લીધી છે. રાખીની માતા જયા ICUમાં દાખલ છે. જયાને ગોલબ્લડરમાં ટ્યૂમર છે. શનિવાર, 30 જાન્યુઆરીના રોજ ઓપરેશન થયું હતું. આ ટ્યૂમર કેન્સરનું છે. હવે સોમવારથી કીમોથેરપી શરૂ કરવામાં આવશે. રાખીના ભાઈ રાકેશે માતાની તબિયત અંગે વાત કરી હતી.

આ પહેલાં એવી ચર્ચા હતી કે ‘બિગ બોસ’ના ફેમિલી વીકેન્ડમાં રાખીની માતાએ જ્યારે કૉલ કર્યો હતો, ત્યારે તેઓ હોસ્પિટલમાં જ હતાં.

રાકેશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘અમારી માતા હોસ્પિટલમાં છે. શનિવારના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના પિત્તાશયમાં મોટું ટ્યૂમર છે અને તે કેન્સરગ્રસ્ત છે. તેનું ઓપરેશન શક્ય નથી. હવે ડૉક્ટર સોમવારથી કીમોથેરપી શરૂ કરશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે બધું જ ઠીક થઈ જાય અને તેઓ જલ્દીથી સાજા થાય.’

રાખી શો છોડે, તેવું માતા ઈચ્છતી નથી

જ્યારે રાકેશને પૂછવામાં આવ્યું કે રાખીને આ અંગે ખ્યાલ છે તો તેણે જવાબ આપ્યો હતો કે ‘બિગ બોસ’ના મેકર્સને આ અંગે કહી દેવામાં આવ્યું હતું. મેકર્સે શનિવાર, 30 જાન્યુઆરીના રોજ રાખીને આ વાત કહી દીધી છે. માતાની ઈચ્છા છે કે રાખી ઘરમાં રહે અને શો જીતે. તે તેની રમતથી ઘણાં ખુશ છે. ઓપરેશન પહેલાં શુક્રવાર, 29 જાન્યુઆરીનો એપિસોડ જોયો હતો. તે એ વાતથી ખુશ છે કે રાખી પોતાની કરિયરની સેકન્ડ ઈનિંગ ઘણી જ સારી રીતે રમી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular