દહેગામ : રખિયાલ પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમની કરી ધરપકડ.

0
33

રખિયાલ પોલીસે 98 હજારનો ઇંગ્લિશ દારૂ એક મોબાઇલ અને મારૂતિ ગાડી પકડી પાડી.
મારુતિમાં બે ઈસમ હતા એમાંથી એક ઈસમ ભાગી ગયો અને એકની ધરપકડ.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસે બજારમાં પેટ્રોલિંગમાં હતી તેવા સમયે એક લાલ કલરની જુની એસ્ટીમ ગાડી દહેગામ તરફ જઈ રહી હતી. ત્યારે પોલીસને શંકાના દાયરામાં તેનો પીછો કરીને ખાનપુર પાટીયા પાસે આ ગાડી ઉભી રાખતા તેમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવેલ છે. ગાડી ઉભી રાખતા બે ઈસમો ભાગવા જતા પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. અને તેની પૂછપરછ કરતા તેનું નામ ધર્મેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ, રહે. લવાડ મોટોવાસ તાલુકો દહેગામ અને અન્ય એક ઈસમ ભાગી ગયો તેનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે ભારત સિંહ ચૌહાણ આ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. રખિયાલ પોલીસે ગાડી અને દારૂ સાથે મળી કુલ ૯૮૦૦૦ નો મુદ્દામાલ પકડી પાડેલ છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર