રાખીની દુઃખદાયક સ્ટોરી : ‘બિગ બોસ’માં રાખી સાવંતે કહ્યું…….

0
8

રાખી સાવંતના જણાવ્યા અનુસાર તે એક એવા પરિવારમાંથી આવે છે, જ્યાં મહિલાઓને નાના-મોટા શોખ પૂરા કરવાની આઝાદી પણ ન હતી. આનો વિરોધ કરવા પર તેને સજા આપવામાં આવતી હતી. ‘બિગ બોસ 14’ના બુધવારના એપિસોડમાં રાહુલ વૈદ્ય સાથે વાતચીત કરવા દરમ્યાન તેણે આ ખુલાસો કર્યો.

કાકાએ એટલી મારી કે ટાંકા આવ્યા હતા

રાખીએ કહ્યું, ‘અમને બાલકનીમાં ઊભા રહેવાની છૂટ ન હતી. ઘરની મહિલાઓ આઈબ્રો ન કરાવી શકતી. અમને કોઈ પ્રકારની વેક્સિંગ કે કઈ કરવાની મંજૂરી ન હતી. મને સમજણ ન પડતી કે તે કઈ રીતના માણસ હતા.’ રાખીએ એવું પણ જણાવ્યું હતું કે એકવાર તેના કાકાએ તેને એટલી મારી હતી કે તેને ઘણા ટાંકા આવ્યા હતા.

લોકો કેરેક્ટરલેસ સમજતા હતા

મુંબઈ મિરરના સમાચાર મુજબ, જ્યારે રાખીએ જણાવ્યું કે બોલિવૂડ ડાન્સર બન્યા બાદ લોકો તેને કેરેક્ટરલેસ સમજવા લાગ્યા હતા તો તે ઈમોશનલ થઇ ગઈ. તેણે કહ્યું, ‘મને લગ્નના ઘણા પ્રપોઝલ આવ્યા, પણ તેમને ખબર પડી કે હું બોલિવૂડ ડાન્સર છું તો પાછા જતા રહ્યા. લોકો બોલિવૂડ ડાન્સર્સને કેરેક્ટરલેસ સમજતા હતા. શું બોલિવૂડનો હિસ્સો હોવું ખોટું છે? કે પછી ડાન્સર હોવું ખોટું છે?

ડાન્સ કરવા માટે મારપીટ થતી હતી

હાલમાં જ સોનાલી ફોગાટ અને અર્શી ખાન સાથે વાતચીતમાં રાહુલ મહાજને રાખી વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘ફાધર નથી. ફાધરે બાળપણમાં મારી હશે. બાળપણમાં ડાન્સ કરવા માટે ઘણી મારી હતી. તેની પાસે પૈસા છે ફેમ છે પણ લોકો નથી.’ રાહુલે એવું પણ કહ્યું હતું કે અસલી રાખી અને દુનિયાને દેખાતી રાખીમાં ક્લેશ છે.’

રાખી વિરુદ્ધ થયા મેલ કન્ટેસ્ટન્ટ

ગુરુવારના એપિસોડમાં પ્રોમોમાં દેખાડવામાં આવ્યું કે ‘બિગ બોસ’ના બધા મેલ કન્ટેસ્ટન્ટ રાખી વિરુદ્ધ થઇ ગયા છે. તેણે કેપ્ટન્સી ટાસ્કમાં રાહુલ મહાજનની ધોતી ફાડી નાખી હતી, જે કોઈને યોગ્ય નથી લાગ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here