રક્ષાબંધન 2019: સલમાનથી લઈને અર્જૂન કપૂર સુધી, જીવ આપે છે ભાઈ-બહેનની આ જોડી

0
63

અસલ જિંદગીમાં પણ બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે કે જે પોતાના ભાઈ-બહેનની ઘણી નજીક છે. તે બધા ભાઈ-બહેન પર જીવ આપવા માટે દરેક પળ તૈયાર રહે છે. સલમાન ખાન આનુ સૌથી મોટુ ઉદાહરણ છે.

બોલિવુડની ફિલ્મોમાં અમે ઘણા વર્ષોથી ભાઈ-બહેનનો બેજોડ સંબંધ જોતા આવ્યા છે. એટલુ જ નહિ રક્ષાબંધનના ઘણા લોકપ્રિય ગીતો છે કે જે બોલિવુડની દેન છે. ફિલ્મની જેમ અસલ જિંદગીમાં પણ બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે કે જે પોતાના ભાઈ-બહેનની ઘણી નજીક છે. તે બધા ભાઈ-બહેન પર જીવ આપવા માટે દરેક પળ તૈયાર રહે છે. સલમાન ખાન આનુ સૌથી મોટુ ઉદાહરણ છે. જ્યારે સલમાન પોતાના કોર્ટ કેસનો સામનો કરી રહ્યા હતા તે દરમિયાન બહેનોએ બધી જવાબદારી પોતે સંભાળી અને ભાઈ સલમાનના કદમ સાથે કદમ મિલાવીને તેમની સાથે ઉભી રહી.એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર

જોકે માત્ર આ કેસમાં સલમાન નસીબદાર નથી. બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે કે જે પોતાના ભાઈ-બહેન વિના આજે આ ઉંચાઈ પર ન પહોંચી શકતા.. જે એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.

સલમાન-અર્પિતા-અલવીરા

સલમાન ખાન પોતાની બહેનો અર્પિતા અને અલવીરાની ખૂબ જ નજીક છે. સલમાન ખાન બંને બહેનોને પોતાની જિંદગીની સૌથી મહત્વની ખુશી માને છે. સલમાન ગમે ત્યાં હોય પરંતુ રક્ષાબંધનના દિવસે તે અર્પિતા અને અલવીરા પાસે જરૂરથી પહોંચી જાય છે.શાહિદ-ઈશાન

શાહિદ કપૂર પોતાના ભાઈ ઈશાનને બેસ્ટ ફ્રેન્ડ કેટેગરીમાં શામેલ કરે છે. હાલમાં જ તે પોતાના ભાઈ સાથે સ્વિત્ઝરલેન્ડમાં મસ્તી કરતા જોવા મળ્યા.

જ્હાનવી-ખુશી

જ્હાનવી કપૂરની જિંદગીમાં અત્યારે માની ભૂમિકા ખુશી કપૂર નિભાવી રહી છે. હા, શ્રીદેવીના ગયા બાદ ખુશી અને જ્હાનવીની ખૂબ નજીક આવી ગઈ છે. જ્હાનવી પોતાના અંગત જીવનથી લઈને પ્રોફેશનલ જિંદગીની દરેક ખુશી બહેન ખુશી સાથે શેર કરે છે. જો કે શ્રીદેવીના ગયા બાદ ખુશી અને જ્હાનવી ભાઈ અર્જૂન કપૂરની ખૂબ નજીક આવી ગયા છે.

સારા અલી ખાન-ઈબ્રાહીમ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન અને દીકરો ઈબ્રાહીમ અલી ખાન એકબીજાને પોતાના સૌથી મોટો સપોર્ટ માને છે. સારા પોતાની દરેક ખુશીનો હિસ્સો ભાઈ ઈબ્રાહીમને માને છે.

આર્યન, સુહાના અને અબરામ

શાહરુખ ખાનના ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરામના ઘણા ફોટા તમે વાયરલ થતા જોયા હશે. જેટલો પ્રેમ ત્રણેના ફોટામાં ઝલકાય છે. વાસ્તવિક જિંદગીમાં પણ ત્રણે એકબીજાની ખૂબ નજીક છે.

સારા અલી ખાન-તૈમૂર

સારા અલી ખાન ગયા વર્ષે પોતાના નાના પ્રેમાળ ભાઈ તૈમૂરને લઈને ઘણી ચર્ચામાં રહી. સારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે તૈમૂર તેના ચહેરા પર સ્માઈલ લઈને આવે છે. તે ખૂબ પ્રેમાળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here