દહેગામ મામલતદાર કચેરી ખાતે સરકારી સ્ટાફ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામા આવી

0
61

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા મળી બુફાકુમારી વિદ્યાલયના જયશ્રીબેનના દ્વારા તમામ કર્મચારીઓને રાખડી બાંધી  સર્વને જીવનમા સુખ શાંતિ, તંદુરસ્તી, આયુષ્ય, મનોકામના પુર્ણ થાય તેવા આશીર્વાદ આપતા સર્વને, તનાવ, મુક્ત, વ્યસન મુક્ત કરાવતા જણાવ્યુ હતુ કે વિશ્વ પરિવર્તનને આરે આવી ઉભુ છે ત્યારે હવે નજીકમા બુફાકુમારી વિદ્યાલયમા જઈ યોગા અભ્યાસ દ્વારા માનસીક સંતુલન કેળવવુ ખુબ જ  જરૂરી છે.

 

પ્રાક્રુતિક પ્રકોપમા સફળતા મેળવવા એક માત્ર ઈલાજ જીવનમા રાજયોગથી જીવનશૈલી અપનાવવી જોઈએ તેવી બુફાકુમારી દ્વારા  સલાહ સુચન આપવામા આવ્યુ હતુ. અને ગઈ કાલે દહેગામ મામલતદાર કચેરીમા મામલતદાર, નાયબ મામલતદાર અને કર્મચારીઓ મોટી સંખ્યામા હાજર રહી ભાઈ બેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન ગણાતુ પર્વ એટલે કે રક્ષાબંધન પર્વની ખુબ જ આનંદ ઉલ્લાસ પુર્વક ઉજવણી કરી હાથે રાખડી બાંધી મીઠુ મોઢુ કરવામા આવ્યુ હતુ. અને આ પર્વની ખુબ જ શાનદાર રીતે આ કચેરીમા ઉજવણી કરવામા આવી હતી.

  • બુફાકુમારી જયશ્રીબેને તમામ સ્ટાફને રાખડી બાંધી સર્વને જીવનમા સુખ શાંતી આવે તેવા આશીર્વાદ આપ્યા હતા
  • દહેગામ મામલતદાર કચેરીમા તમામ સ્ટાફ ભેગો મળીને એકતાની ભાવના સાથે રક્ષાબંધન પર્વની ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here