Friday, December 6, 2024
Homeએન્ટરટેમેન્ટENTERTAINMENT: રણબીરની ‘રામાયણ’માં શૂર્પણખા બનશે રકુલ પ્રીતે .....

ENTERTAINMENT: રણબીરની ‘રામાયણ’માં શૂર્પણખા બનશે રકુલ પ્રીતે …..

- Advertisement -

હાલમાં નિતેશ તિવારીની બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ની ખુબ જ ચર્ચા થઈ રહી છે. જેમાં રામના રોલ માટે બોલિવુડ એક્ટર રણવીર સિંહ જોવા મળશે તે સાથે જ તેની કાસ્ટ અને મેકિંગને લઈને દરરોજ રસપ્રદ અપડેટ્સ સામે આવી રહ્યા છે. ત્યારે હવે શૂર્પણખાના પાત્રને લઈને એક અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોલિવુડની આ ફેમસ અભિનેત્રી શૂર્પણખાના રોલમાં જોવા મળશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવા અહેવાલો છે કે શૂર્પણખાના રોલ માટે તે અભિનેત્રી સાથે વાતચીત ચાલી રહી છે.

 

‘પિંકવિલા’ના અહેવાલ મુજબ, નિર્દેશક નિતેશ તિવારી રામાયણમાં શૂર્પણખાના રોલ માટે બિજુ કોઈ નહી પણ રકુલ પ્રીત સિંહનો સંપર્ક કર્યો છે. જો વાત થશે તો તે ફિલ્મમાં રાવણની બહેનની ભૂમિકા રકુલ ભજવશે. એટલે કે રકુલ પ્રીત સિંહ ‘રામાયણ’માં રાવણનો રોલ કરનાર યશની બહેનના રોલમાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે અગાઉ આ ફિલ્મમાં માતા સીતાના રોલ માટે જહ્વવી કપૂરનું નામ પણ સામે આવ્યું હતું જોકે તે અંગે હજુ કોઈ માહીતી સામે આવી નથી પણ હવે ફિલ્મમાં રકુલ પ્રીતની એન્ટ્રીના અહેવાલો સામે આવી રહ્યા છે. ચાલો તેના પર એક નજર કરીએ.

તમને જણાવી દઈએ કે ‘રામાયણ’માં શૂર્પણખા હતી, જેના કારણે રામ અને રાવણ આમને-સામને આવ્યા અને ભયંકર યુદ્ધ થયું. આ સંદર્ભમાં, આ કાસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શૂર્પણખાના રોલ માટે રકુલ પ્રીત સિંહે લુક ટેસ્ટ પણ આપ્યો છે. જો બધું બરાબર રહેશે તો રકુલ પ્રીત લગ્ન પછી તેનું શૂટિંગ કરશે. હાલમાં, તે 21 ફેબ્રુઆરીએ ગોવામાં જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular