Saturday, April 20, 2024
Homeદહેગામ : સરદાર શોપીંગ સેંટર ખાતે રાષ્ટ્રીયહીતરક્ષક સમીતી દ્વારા રેલીનુ આયોજન
Array

દહેગામ : સરદાર શોપીંગ સેંટર ખાતે રાષ્ટ્રીયહીતરક્ષક સમીતી દ્વારા રેલીનુ આયોજન

- Advertisement -

દહેગામ ખાતે આજે સરદાર શોપીંગ સેંટર ખાતે રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને જાળવવા માટે રાષ્ટ્રીય હીત રક્ષક સમીતી દ્વારા જાહેરસભા અને રેલીનુ આયોજન કરવામા આવ્યુ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આજે બપોરના ત્રણ વાગે દહેગામ શહેરના સરદાર શોપીંગ સેંટર ખાતે આજે રાષ્ટ્રીય હીત રક્ષક સમીતી દ્વારા દેશની એકતા અને અખંડીતતા જાળવવા માટે અને આપણા લાખો નાગરીકો આજુબાજુના દેશોમાંથી પીડીત સોપીત વર્ગ ભારતના વસી રહ્યા છે તેઓને ભાતરની નાગરીકરતા મળે તે માટે દહેગામ ખાતે સીએએના કાયદાના સમર્થનમા રાષ્ટ્રીય હીત સમીતીના આગેવાનોની એક જાહેરસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

બાઈટ : હીતેશભાઈ પટેલ

તેમા મોટી સંખ્યામા આગેવાનો, પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને યુવાનો તેમજ નગરજનો આ જાહેરસભામા હાજર રહેવા પામ્યા હતા. અને દેશની એકતા જળવાય તેના માટે જુદા જુદા પ્રવક્તાઓ દ્વારા ભાષણો આપીને વિસ્તુત માહિતી આપવામા આવી હતી. અને ભાગલાવાદી અને આતંકવાદી જે દેશને ખોટે માર્ગે દોરી રહ્યા છે તેને સામે ખુલ્લો  વિરોધ નોધાવીને દેશની એકતા જળવાય તેના માટે આજે દહેગામ શહેરમા સભા યોજીને બેનરો સાથે દહેગામ શહેરમા રેલી કાઢવામા આવી હતી અને આ રેલીમા વિશાળ સંખ્યામા હીત રક્ષકો જોડાયા હતા. અને આ કાર્યક્રમમા દહેગામ પોલીસતંત્ર દ્વારા સુલેહ શાંતીનો ભંગ ના થાય તેના માટે કડકમા કડક પોલીસ બંદોબસ્ત પીઆઈ દ્વારા ગોઠવી દેવામા આવ્યો હતો.

  • દહેગામ સરદાર શોપીંગ સેંટરમા રાષ્ટ્રીત હીત રક્ષક દ્વારા સીએએ કાયદાના સમર્થન માટે એક જાહેરસભા અને રેલીનુ આયોજન કરવામા આવ્યુ
  • દહેગામ ખાતે આજે સીએએ ના સમર્થનમા જાહેરસભા રાખવામા આવી હતી અને દહેગામ શહેરમા બેનરો સાથે રેલી કાઢવામા આવી હતી

  • પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો
  • આ રેલીમા વિશાળ સંખ્યામા લોકો જોડાયા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular