પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા રેલી નિકળી .

0
0

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ૧૪ મી ઓગસ્ટ ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તિરંગા બાઇક રેલી યોજવામાં આવી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દલ ના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં  .

નાનીભાગોળ થી બજાર ચોક વિસ્તારમાં થઇને બસસ્ટેન્ડ ખાતે સમાપન થયું  .

તિરંગા બાઇક રેલી યાત્રા નિકળી  .

અખંડ ભારત સંકલ્પ યાત્રા રેલી યોજાઇ  .

 

પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ તથા બજરંગ દલ દ્વારા ૧૪મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ યાત્રા નું તિરંગા બાઇક રેલી નું  દરવર્ષ ની જેમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ નાની ભાગોળ થી રેલી નિકળી હતી અને પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમાં જઇને પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં થઈને પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે રેલી નું સમાપન થયું હતું જેમાં પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો તથા બજરંગ દલ ના હોદેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા તો પ્રાંતિજ પીઆઇ રાકેશભાઇ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ પીએસાઇ જોષી દ્વારા રેલી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો  .

બાઇટ  :- મહેન્દ્ર ભાઇ .પંડયા  (સંધ નગર સેવા પ્રમુખ  )

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here