રામ સૌના છે, રામ બધામાં છે- PM મોદીના ભાષણની 10 મોટી વાતો

0
7

પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં બુધવારે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું અને મંદિરની આધારશિલા નાંખી. ત્યાર પછી તેમણે લોકોને સંબોધિત કર્યા અને કહ્યું કે, આ મારું નસીબ હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મને મંદિર નિર્માણના ભૂમિ પૂજન માટે આમંત્રિત કર્યા. આજે આખો દેશ રામમય અને દીપમય છે. સદીઓની રાહ આજે સમાપ્ત થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો જેમાં તેમણે ઘણાં વિષયોને ઉઠાવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીના ભાષણની 10 મોટી વાતો..

  • વરસોથી ટાટ અને ટેંટની નીચે રહેતા આપણા રામલલા માટે હવે એક ભવ્ય મંદિરનું નિર્ણાણ થશે. તૂટવું અને ફરી ઊભા થઇ જવું. સદીઓથી ચાલી રહેલા આ વ્યક્તિગત કાર્યક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ ગઇ છે.
  • રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ પણ હતું અને તર્પણ પણ. સંઘર્ષ પણ હતું અને સંકલ્પ પણ. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે જે સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, જેમની તપસ્યા રામમંદિરમાં પાયાની સાથે જોડાયેલી છે, હું તે સૌને આજે નમન કરું છું. તેમનું વંદન કરું છું.

  • રામ આપણા મનમાં છે. આપણી સાથે ભળી ગયા છે. કોઇ કામ કરવું હોય તો પ્રેરણા માટે આપણે ભગવાન રામની તરફ જોઇએ છે. તમે તેમની અદ્ભૂત શક્તિ જુઓ. ઈમારતો નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ પણ થયો. પણ રામ આજે પણ આપણા મનમાં વસ્યા છે. આપણી સંસ્કૃતિનો આધાર છે.
  • અહીં આવતા પહેલા મેં હનુમાનગઢીના દર્શન કર્યા. રામના દરેક કામ હનુમાનજી તો કરે છે. રામના આદર્શોની કળયુગમાં રક્ષા કરવાની જવાબદારી પણ હનુમાનજીની જ છે. હનુમાન જીના આશીર્વાદથી શ્રી રામમંદિર ભૂમિપૂજનનું આ આયોજન શરૂ થયું છે.
  • શ્રીરામનું મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. સાથે જ આ મંદિર કરોડો લોકોના સામૂહિક સંકલ્પ શક્તિનું પણ પ્રતીક બનશે. આ મંદિર બન્યા પછી માત્ર અયોધ્યાની ભવ્યતા નહીં વધે, પણ આ ક્ષેત્રનું અર્થતંત્ર પણ બદલાશે. અહીં દરેક ક્ષેત્રમાં નવા અવસરો બનશે. વિચારો પૂરી દુનિયાથી લોકો અહીં આવશે.

  • આજનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. આ મર્યાદાનો અનુભવ અમે ત્યારે પણ કર્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. ત્યારે પણ અમે જોયું હતું કે કઇ રીતે દેશવાસીઓએ શાંતિની સાથે દરેકની ભાવનાઓને ધ્યાનમાં રાખી વ્યવહાર કર્યો હતો. આજે પણ અમે ચારેકોર મર્યાદા જોઇ રહ્યા છે.
  • કોરોનાથી બનેલી સ્થિતિને કારણે આ કાર્યક્રમ અનેક મર્યાદાની સાથે થઇ રહ્યો છે. શ્રીરામના કામમાં મર્યાદાનું જે રીતનું ઉદાહરણ પ્રસ્તુત કરવું જોઇએ, દેશે તેવું જ ઉદાહરણ રજૂ કર્યું છે.
  • જે રીતે દલિતો, પછાતો, આદિવાસીઓ, સમાજના દરેક વર્ગે આઝાદીની લડાઇમાં ગાંધીજીનો સાથ આપ્યો, તેવી જ રીતે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું પૂણ્ય કામ શરૂ થયું છે.

  • રામચંદ્રને તેજમાં સૂર્યના સમાન, ક્ષમામાં પૃથ્વીને તુલ્ય, બુદ્ધિમાં બૃહસ્પતિના સદ્રશ્ય અને યશમાં ઈન્દ્રના સમાન માનવામાં આવ્યા છે. શ્રીરામનું ચારિત્ર્ય સૌથી વધારે જે કેન્દ્ર બિંદુ પર ફરે છે, તે સત્ય પર અડગ રહેવાનું છે. માટે શ્રીરામ સંપૂર્ણ છે. તેમણે ગુરુ વશિષ્ઠના જ્ઞાન, કેવટથી પ્રેમ, શબરીથી માતૃત્વ, હનુમાનજી અને વનવાસી બંધુઓથી સહયોગ અને પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો.
  • જીવનનો એવો કોઇ પાસો નથી, જ્યાં આપણા રામ પ્રેરણા ન આપતા હોય. ભારતની એવી કોઇ ભાવના નથી, જેમાં પ્રભુ રામ ઝળકતા ન હોય. ભારતની આસ્થામાં રામ છે, ભારતના આદર્શોમાં રામ છે. ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે.