રામ મંદિર: ભારતીય રેલવેએ કરી આ ખાસ જાહેરાત

0
6

રામ મંદિરના  વધુ એક સારા સમાચાર આવ્યા છે. હવે, દેશવાસીઓને અયોધ્યા સુધીની મુસાફરી કરવામાં હવે વધુ તકલીફ નહિ પડે. ભારતીય રેલવે તમારા માટે પવિત્ર ભૂમિ સુધી જવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે.

ભારતીય રેલવેએ રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પહેલાં જ જણાવ્યું છે કે નવા અયોધ્યા રેલવે સ્ટેશનનું પહેલા તબક્કાનું નિર્માણ કાર્ય જૂન 2021 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

રામ જન્મભૂમિ મંદિર જેવું જ હશે રેલવે સ્ટેશન

ભારતીય રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશન દેખાવમાં અદ્દલ રામ જન્મભૂમિ મંદિર જેવું જ હશે. અહીં આવનાર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ પણ મળી રહેશે. રેલવેના મહા પ્રબંધક રાજીવ ચૌધરીએ જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ સાંમ્બર 1, 2, 3નું કામ, સીડીઓ અને પેસેજ વગેરે કામ સાથે જ પરિસરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.