રામ મંદિર : આજે નરેન્દ્ર મોદીના નામે ઈતિહાસ લખાઈ ગયો, આવું કરનારા દેશના પ્રથમ PM બન્યા

0
2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન શરુ કરી દીધુ છે. પીએમ તરીકે આઝાદી પછી પહેલીવાર કોઈ નેતા રામલલાના દર્શન કર્યા છે. હકિકતમાં નરેન્દ્ર મોદી પહેલા ઈન્દિરા ગાંધીથી લઈ રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપાયી પીએમ તરીકે અયોધ્યા આવ્યા હતા. જો કે તેમણે રામ જન્મભૂમિથી અંતર જાળવ્યું હતુ. ભગવાન શ્રી રામલલાના દર્શન કરવાથી વંચિત રહ્યા હતા. કેમ કે તે સમયે તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો.

  • આ ત્રણ પીએમ અયોધ્યા આવ્યા હતા પણ…
  • તમામ પીએમએ રામ જન્મભૂમિથી અંતર જાળવ્યું હતુ
  • …કેમ કે તે સમયે તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો

રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા દુલ્હનની જેમ તૈયાર છે. પીએમ મોદી હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચી ચૂક્યા હતા. PM મોદીએ માથા પર મુગુટથી સજ્જ પાઘડી સાથે હનુમાનગઢીમાં પૂજા કરી છે અને સાથે જ પૂજા બાદ પીએમ મોદીએ અહીં પરિક્રમા કરી છે. એ બાદ PM મોદીએ રામ લલાને રામ મંદિરમાં ગુલાબના ફૂલની માળા ચડાવી છે. અહીં તેઓ શંખનાદની વચ્ચે પૂજા અર્ચના કરી રહ્યા હતી. આ સાથે રામ લલાની પરિક્રમા પણ કરી રામલલાના આર્શિવાદ પણ લીધા છે. તમામ મંત્રોચ્ચાર સાથે પારંપરિક રીતે અને આદરણીય મહેમાનો સાથે પીએમ મોદી રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આમ કરનારા એ પહેલા પીએમ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ 2 વાગ અયોધ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે. પહેલી વાર તેઓ 1992માં અયોધ્યા આવ્યા હતા. એ બાદ તેઓ 2019માં લોકસભાની ચૂંટણી સમયે પીએમ તરીકે જનસભાને સંબોધિત કરવા આવ્યા હતા. પરંતુ તેઓએ રામલલાના દર્શન કર્યા નહોતા.

આ પહેલા ઈન્દિરા ગાંધી પીએમ બનતા 1966, 1979 અને 1975માં અયોધ્યા આવ્યા હતા. જો કે જમીનનો વિવાદ હોવાથી તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેથી તેઓએ રામલલાના દર્શન કરવાનું ટાળ્યુ હતુ. આવું જ રાજીવ ગાંધીએ પણ પીએમ તરીકે 2 વાર અને પૂર્વ પીએમ તરીકે 1 વાર અયોધ્યાની મુલાકાત લીધી હતી. રાજીવ ગાંધી પીએમ હતા ત્યારે 1986માં બાબરી મસ્જિદનુ તાળુ ખુલ્યુ હતુ અને 1989માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 1984માં ચૂંટણી સભા કરી હતી. તેમજ 1989માં તેઓ રામમંદિરની જાહેરાત કરતા લોકસભાની ચુંટણી અભિયાનની શરુઆત કરી હતી પણ રામલલાથી અંતર જાળવ્યું હતું. એ બાદ વિપક્ષ નેતા તરીકે 1990માં પણ તેઓ અયોધ્યા આવ્યા પણ દર્શન કર્યા નહોતા. ઉલ્લેખનીય છે કે 2016માં પ્રિયંકા વાડ્રા અને રાહુલ ગાંધીએ અહીં હનુમાન મઢીમાં જઈને બજરંગબલીના દર્શન અને પૂજા કરી હતી.

અટલ બિહારી વાજપાઈને રામ મંદિર આંદોલને ‘ફર્શથી અર્શ’ સુધી પહોંચાડી દીધા હતા. વાજપાયી અનેકવાર અયોધ્યા આવ્યા હતા. જોકે તેમણે રામ જન્મભૂમિથી અંતર જાળવી રાખ્યુ હતુ.