Friday, April 19, 2024
Homeસરકારની રહેમ નજર હેઠળ ગૂપચૂપ રીતે જેલમાંથી બહાર નિકળ્યો રામ રહીમ..!
Array

સરકારની રહેમ નજર હેઠળ ગૂપચૂપ રીતે જેલમાંથી બહાર નિકળ્યો રામ રહીમ..!

- Advertisement -

બળાત્કાર અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 24 ઓક્ટોબરે એક દિવસની પેરોલ મળી હતી. સરકારના રહેમ નજર હેઠર દુષ્કર્મી અને હત્યાના આરોપીને પેરોલ મળ્યા હતા.

પ્રાપ્ત જાણકારી મુજબ રામ રહીમને 24 ઓક્ટોબરના રોજ આ પેરોલ આપવામાં આવી હતી. અને તેની જાણકારી હવે બહાર આવી છે. ડેરા પ્રમુખ પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી જાહેર થયા પછી કોર્ટે તેમને ઉમરકેદની સજા પણ સભળાવી હતી. અને તે આ કેસમાં રોહતકની જેલમાં બંધ છે. સુત્રોએ જણાવ્યું કે રામ રહીમે પોતાની બિમાર માને મળવા માટે એક દિવસની પેરોલ માંગી હતી.

જે હાલ ગુરુગ્રામમાં એક હોસ્પિટલમાં બંધ છે. ડેરા પ્રમુખને સુનારિયા જેલથી ગુરુગ્રામ હોસ્પિટલ સુધી ભારે સુરક્ષાની વચ્ચે લઇ જવામાં આવ્યા હતા. સુત્રોનું કહેવું છે કે રામ રહીમ 24 ઓક્ટોબરના રોજ સાંજે પોતાની બીમાર માતાને મળ્યા હતા અને તેની સાથે રહ્યા હતા. સુત્રોએ આ સાથે જ જણાવ્યું કે હરિયાણા પોલીસની ત્રણ ટુકડીઓ આ માટે તૈનાત રહી હતી. અને એક ટુકડીમાં 80 થી 100 જવાન હતા.

ડેરા ચીફને જેલથી પોલીસ એક ગાડીમાં લાવી હતી. જાણવા મળ્યું છે કે રોહતક પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ સોપવામાં આવ્યું હતું. અને 24 ઓક્ટોબરે સવારથી લઇને સાંજ સુધી તેમણે આ સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી.

રોહતક એસપી રાહુલ શર્માએ પુષ્ટિ કરતા કહ્યું કે અમને જેલ સુપ્રિટેન્ડન્ટ પાસેથી રામ રહીમના ગુરૂગ્રામ પ્રવાસ માટે સુરક્ષા વ્યવસ્થાનું નિવેદન મળતું હતું. અમે 24 ઑક્ટોબરના રોજ સવારથી લઇ સાંજ પડવા સુધી સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. બધું જ શાંતિથી થયું.

માત્ર સીએમ અને કેટલાંક વરિષ્ઠ હરિયાણાના સરકારી અધિકારીઓને જ તેની માહિતી હતી જેને લઇ ભાજપ ટોપ નેતાના નિર્દેશ આપ્યા હતા. એટલે સુધી કે જવાનોને પણ એ વાતનો અણસાર સુદ્ધાં નહોતો કે તેઓ કયા શખ્સને એસ્કોર્ટ કરી રહ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે આ રીતે પેરોલ આપીને હરિયાણા અધિકારીઓએ ભવિષ્યમાં તેના પેરોલ પર છોડવાની માંગણીની સ્થાયી જમીન તૈયાર કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular