રામ મંદિરઃ 50 ટકા સુનાવણી પૂરી, બહુ જલ્દી ચુકાદો આવવાના એંધાણ

0
17

નવી દિલ્હી, તા.31 ઓગસ્ટ 2019, શનિવાર

અયોધ્યામાં રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટ બહુ જલ્દી ચુકાદો આપે તેવા એંધાણ મળી રહ્યા છે.

છેલ્લા 70 વર્ષથી 2.77 એકર જમીન માટે હિન્દુ અને મુસ્લિમ એમ બંને પક્ષો જે લડાઈ લડી રહ્યા છે તેનો અંત નજીક હોય તેમ લાગે છે. કારણકે છેલ્લા 25 દિવસથી આ મામલાની સુનાવણી થઈ રહી છે. જેમાં હિન્દુ પક્ષની દલીલો પૂરી થઈ ગઈ છે. આમ રામ મંદિરની 50 ટકા સુનાવણી પુરી થઈ ગઈ છે.

હવે મુસ્લિમ પક્ષ 6 ઓગષ્ટથી પોતાની દલીલો શરુ કરશે.આ કેસને પાંચ જજોની બેન્ચ સાંભળી રહી છે. જેમાં ચીફ જસ્ટીસનો પણ સમાવેશ થાય છે.કોર્ટે અત્યાર સુધીમાં રામલલા, નિર્મોહી અખાડા, ઓલ ઈન્ડિયા રામ જન્મસ્થાન પુનરુત્થાન સમિતિ, હિન્દુ મહાસભા, શિયા વક્ફ બોર્ડ, અને જેમણે સૌથી પહેલો કેસ કર્યો હતો તે ગોપાલ સિંહ વિશાલદના કાનૂની વારસદારની દલીલો સાંભળી છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે તે પહેલા જ સુપ્રીમ કોર્ટ રામ મંદિર અંગે ચુકાદો આપી શકે છે. મુસ્લિમ પક્ષ મુકનાર સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવન પહેલા જ કહી ચુક્યા છે કે, હું મારી દલીલો મુકવા 20 દિવસનો સમય લઈશ. જો આટલો સમય ધવન લે તો પણ સુપ્રીમ કોર્ટ પાસે ચુકાદો આપવા માટે એક મહિના જેટલો સમય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here