રામમંદિરઃ દેશ વિદેશના ફુલોથી શણગારાશે અયોધ્યા, દેખાશે અભૂતપૂર્વ નઝારો

0
4

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બુધવારે રામ મંદિરનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. આ તકે, શહેરને લગભર 400 ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવશે. આ તકે દેશના કેટલાક શહેરો અને વિદેસોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવ્યાં છે. બેંગલુરૂના ગ્રામીણ વિસ્તારોમાં ઉગનારા અપરાજિતા (વિષ્ણુકાંતા)ના ફૂલો પવિત્ર શહેરમાં લગાવવામાં આવશે.

તે સિવાય નારંગી અને લાલ રંગના ડબલ ટોંડા ગેંદાના ફૂલ કલકતાથી લાવવામાં આવશે. જ્યારે ઓર્કિડ ફૂલો થાઈલેંડથી મંગાવવામાં આવશે. ભૂમિ પૂજનના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં મંદિરોમાં સજાવવા માટે લગભઘ 600 કિલોગ્રામ લાલ અને ગુલાબી ગુલાબ, 240 કિલોગ્રામ ગેરબેરા અને 300 કિલોગ્રામ કાર્નેશન પણ લેવામાં આવી રહ્યાં છે. પૂજાના સ્થળ ઉપર ફૂલોની સજાવટ કરતા પ્રેમનાથ કહી રહ્યાં છે કે, ભૂમિ પૂજન સ્થળો સજાવવા માટે લગભગ 400 ક્વિંટલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યા અને તેના કેટલાક મંદિરોમાં ઉત્સવ જેવો નઝારો જોવા મળશે. જે પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો.

પ્રેમનાથના જણાવ્યાં પ્રમાણે મનોહર લોહિયા ફૈઝાબાદ વિશ્વવિદ્યાલયના છાત્રો દ્વારા આ પવિત્ર શહેરમાં 50થી વધારે સ્થાન ઉપર રંગોળી બનાવવા માટે ફૂલોનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, અપરાજિતાના ફુલો રંગોળીઓમાં બ્લુ કલરનું કામ કરશે. ફુલોથી સજાવીને આ સમયે સાકેત પીજી કોલેજના રસ્તાઓ સજાવવામાં લાગી ગયાં છે. જ્યાં પ્રધાનમંત્રી નયાઘાટ વિસ્તારમાં લેંડ કરશે. સજાવટનું આ કામ મંગળવારથી શરૂ થઈ ચુક્યું છે અને સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here