રામ મંદિરનું નિર્માણ VHP નહીં પરંતુ ધર્માચાર્ય કરે : દિગ્વિજય સિંહ

0
17

ભોપાલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિરના બહાને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, ભગવાન રામ બધાના છે અને તેમના મંદિરનું નિર્માણ હિન્દુઓના ધર્માચાર્યોએ કરવું જોઇએ. રાજકીય દળો દ્વારા સંચાલિત સંગઠનોને તેનાથી દૂર રહેવું જોઇએ. તેમણે માગણી કરી કે રામ મંદિર નિર્માણની જવાબદારી રામાલય ટ્રસ્ટને સોંપવામાં આવે.

દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ રાજકીય સંગઠનો દ્વારા સંચાલિત સંગઠનો દ્વારા નહીં પરંતુ હિન્દુઓના ધર્માચાર્યો દ્વારા થવું જોઇએ. ભગવાન રામ બધાના છે અને તેમની જન્મ ભૂમિ પર નિર્માણની જવાબદારી રામાલય ટ્રસ્ટને જ આપવી જોઇએ. રામાલય ટ્રસ્ટમાં તમામ શંકરાચાર્ય અને રામાનન્દી સમુદાય સાથે સંલગ્ન અખાડા પરિષદ સભ્ય છે અને જગદગુરુ સ્વામી સ્વરૂપાનંદજી સૌથી વરિષ્ઠ હોવાને કારણે તેના અધ્યક્ષ છે. રામાલય ટ્રસ્ટના માધ્યમથી રામલલાના મંદિરનું નિર્માણ થવું જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રામલલા મંદિરનું નિર્માણ રાજકીય તિજોરીમાંથી થવું જોઇએ નહીં. વિશ્વનો દરેક હિન્દુ ભગવાન રામને ઈશ્વરનો અવતાર માને છે અને મંદિર નિર્માણમાં સહયોગ કરશે. વિશ્વ હિન્દુ પરિષદે મંદિર નિર્માણમાં જે દાન એકત્ર કર્યું છે તે પોતાની પાસે રાખે અને તેનો ઉપયોગ સમાજની દુષ્ટતાને સમાપ્ત કરવા પાછળ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here