રામ મંદિર: સાક્ષી મહારાજનો દાવો, ડિસેમ્બરની આ તારીખથી શરૂ થઇ જશે રામ મંદિરનું નિર્માણ

0
10

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સાક્ષી મહારાજે જાહેરાત કરી છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 6 ડિસેમ્બરથી શરૂ થશે. આ એક સંયોગની વાત છે કે 6 ડિસેમ્બર એ તારીખ છે જ્યારે 1992 માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. સાક્ષી મહારાજે કહ્યું કે, તે તાર્કિક છે કે જ્યારે બાંધકામ તોડી પાડવામાં આવે ત્યારે તે જ તારીખે મંદિરનું નિર્માણ શરૂ થવું જોઈએ.

ઉન્નાવમાં પત્રકારો સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં પ્રયત્નોનાં કારણે આ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે.’ તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમોએ મંદિરનાં નિર્માણમાં મદદ કરવા એક સાથે આવવું જોઈએ. તેમણે કહ્યું, ‘સુન્ની વક્ફ બોર્ડે એ હકીકત સ્વીકારી લેવી જોઈએ કે બાબર હુમલો કરનાર હતો અને તે તેના પૂર્વજ નહોતો.’

આ સાથે ભારતીય જનતા પાર્ટીનાં અન્ય સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, તેમની અરજી બાદ જ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સુનાવણીને વેગ આપ્યો. તેમણે કહ્યું હતું કે, માત્ર દિવાળી જ નહીં, દેશ આખો વર્ષ ઉજવણી કરશે. કારણ કે રામ મંદિરનું નિર્માણ લાખો હિન્દુઓનું સ્વપ્ન છે. ઉલ્લેખનીય છે કે, આ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તાજેતરમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here