Thursday, August 5, 2021
Homeરામવિલાસ પાસવાનનો પાર્થિવદેહ તેમના સરકારી ઘરે પહોંચ્યો, રાષ્ટ્રપતિ કોવિંદ- વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ...
Array

રામવિલાસ પાસવાનનો પાર્થિવદેહ તેમના સરકારી ઘરે પહોંચ્યો, રાષ્ટ્રપતિ કોવિંદ- વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી, શનિવારે અંતિમ સંસ્કાર

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનો પાર્થિવદેહ એઇમ્સથી તેમના 12 જનપથસ્થિત સરકારી ઘરે પહોંચી ગયો છે. અહીં નરેન્દ્ર મોદી સહિતના તમામ નેતા પાસવાનને શ્રદ્ધાંજલિ આપશે. સાંજે 3 વાગ્યે તેમના પાર્થિવદેહને પ્લેનથી પટણા લઈ જવામાં આવશે. અહીં પાર્થિવદેહને લોજપા ઓફિસમાં પણ અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. શનિવારે પટણાના દીઘાઘાટ પર રાજકીય સન્માનની સાથે તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

પાસવાનનું ગુરુવારે 74 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તેઓ છેલ્લા થોડા મહિનાથી બીમાર હતા અને 22 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાસવાનના નિધન પર કહ્યું હતું કે હું મારું દુ:ખ શબ્દોમાં વર્ણવી નહીં શકું. મેં મારો દોસ્ત ગુમાવી દીધો છે. પાસવાન મોદી કેબિનેટમાં સૌથી વધુ ઉંમરવાળા મંત્રી હતા.
મોદીએ પાસવાનના પરિવારને હિંમ્મત આપી
(મોદીએ પાસવાનના પરિવારને હિંમ્મત આપી)

 

2 વખત હાર્ટ સર્જરી થઈ હતી

પાસવાન 11 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા હતા. એઇમ્સમાં 2 ઓક્ટબરની રાતે તેમની હાર્ટ સર્જરી થઈ હતી. એ પહેલાં પણ એક બાયપાસ સર્જરી થઈ ચૂકી હતી.

રાજકારણમાં લાલુ-નીતીશથી સિનિયર હતા રામવિલાસ

1969માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા પાસવાન પોતાની સાથેના નેતાઓ, લાલુ પ્રસાદ યાદવ અને નીતીશ કુમારથી સિનિયર હતા. 1975માં જ્યારે ઈમર્જન્સી જાહેર થઈ ત્યારે પાસવાનની ધરપકડ કરવામાં આવી હતી. 1977માં તેમણે જનતા પાર્ટીનું સભ્યપદ લીધું અને હાજીપુર સંસદીય ક્ષેત્રમાંથી જીત્યા. ત્યારે સૌથી વધુ માર્જિનથી ચૂંટણી જીતવાનો રેકોર્ડ પાસવાનના નામે જ નોંધાયો હતો.

11 વખત ચૂંટણી લડ્યા, 9 વખત જીત્યા

2009 ચૂંટણીમાં પાસવાન હાજીપુરની પોતાની સીટ પરથી હારી ગયા હતા. ત્યારે તેમણે એનડીએ સાથે છેડો ફાડી રાજદ સાથે જોડાણ કર્યું હતું. ચૂંટણી હાર્યા પછી રાજદની મદદથી રાજ્યસભા પહોંચી ગયા અને પછી તેઓ NDAનો હિસ્સો બન્યા. 2000માં તેમણે પોતાની લોકજનશક્તિ પાર્ટી(લોજપા)ની સ્થાપના કરી. પાસવાને તેમના રાજકીય જીવનમાં 11 વખત ચૂંટણી લડી અને 9 વખત જીતી. 2019ની લોકસભા ચૂંટણી તેમણે લડી ન હતી, તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. મોદીસરકારમાં ખાદ્ય અને કન્ઝ્યુમર મામલાઓના મંત્રી હતા.

પાસવાનના નામે ઘણી ઉપલબ્ધિઓ છે. હાજીપુરમાં રેલવેની ઝોનલ ઓફિસ તેમની જ દેન છે. આંબેડકરજયંતીના દિવસે રાષ્ટ્રીય રજાની જાહેરાત પાસવાનની રજૂઆત પર થઈ હતી. રાજકારણમાં બાબા સાહેબ, જેપી, રાજનારાયણને પોતાનો આદર્શ માનનારા પાસવાને ક્યારેય પાછું વળીને જોયું નથી. તેઓ મૂળ રીતે સમાજવાદી બેકગ્રાઉન્ડના નેતા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી(LJP)ના નેતા રામવિલાસ પાસવાનને તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી.
(રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી(LJP)ના નેતા રામવિલાસ પાસવાનને તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી.)
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.
(રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments