કરોડોની જમીન કૌભાંડનો મામલો : રમણ પટેલ વધુ ચાર દિવસના રિમાન્ડ પર

0
7

પોપ્યુલર ગ્રુપના વિવાદાસ્પદ બિલ્ડર રમણ પટેલની સોલા પોલીસે એસજી હાઇવે પર થલતેજની કરોડોની જમીન પચાવી પાડવાના ગુનામાં તેમની ધરપકડ કરી, છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, રિમાન્ડ દરમિયાન રમણ પટેલે પોલીસને પુરાવા એકત્ર કરવામાં મદદ કરી ન હતી પરંતુ ગોળ ગોળ ફેરવ્યા હતા. જેથી પોલીસે રમણ પટેલના વધુ છ દિવસાના રિમાન્ડ માગ્યા હતા. જેમાં સમગ્ર કૌભાંડમાં સરકારી કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા પોલીસે સેવી હતી. ત્યારબાદ કોર્ટે આરોપી રમણ પટેલને વધુ ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે.

રમણ પટેલની વધુ રિમાન્ડ માગતી અરજી અંગે રજૂઆત કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ જમીન હડપ કરવા ખોટા પાવર ઓફ એર્ટની અને વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો તે ક્યાં છે ? આરોપી દસ્તાવેજ સહિતનો મુદ્દામાલ ઇન્કમટેક્ષ વિભાગ લઇ ગયો હોવાનં કહે છે પરંતુ જો ઇન્કમટેક્ષ વિભાગ કંઇ પણ લઇ જાય તો તેની નોંધની નકલ જે તે માલીકને આપે છે પરંતુ આરોપી પાસે આવી કોઇ નોંધ જ નથી તેથી તે ખોટુ બોલી રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. આ કેસની તપાસમાં દસ્તાવેજ કબજે કરવો જરૂરી છે, રમણ પટેલને ખેતી મંડળી ખેડુત ન હતી જેથી ખેતીની જમીન ખરીદવાનો કોઈ હક અધિકાર ન હતો તે હકીકત આ કામના આરોપી સારી રીતે જાણતા હતા તેમ છતાં સરકારી અધિકારી-કર્મચારીની સાંઠગાઠથી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી ગુનાહીત કૃત્ય કરી સરકાર સાથે છેતરપીડી કરેલ છે. જેથી આ કામમાં તેઓને મદદ કરનાર બીજા અન્ય સાગરીતો કોણ કોણ છે તે બાબતે તપાસ કરવી ખુબજ જરૂરી છે. જેમાં આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર છે.

આરોપીએ જે સોમેશ્વરા દર્શન ખેતી સહકારી મંડળી લી. બનાવેલ તે મંડળીને લગતા દસ્તાવેજી કાગળો અને તે મંડળી વતી આરોપીએ કેટલી કેટલી અને કઇ કઇ જગ્યાએ મિલ્કતની ખરીદ વેચાણ કરેલ છે તે બાબતે કોઇ જવાબ આપતા નથી અને પોતાની મંડળીના કોઇ દસ્તાવેજી કાગળો રજુ નહી કરી તપાસમાં કોઇ સાથ સહકાર આપતા નથી, આરોપી પોપ્યુલર બિલ્ડર ગ્રુપના માલીક છે અને તેઓ વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ગુના દાખલ થયેલ છે જે પૈકી બે ગુના જમીન/મિલ્કત પચાવી પાડવા અંગેના ગુનાઓ છે આમ આ કામના આરોપી એક ગુનાહીત માનસ ધરાવે છે અને પોતે કાયદાની આંટી ઘુટી સારી રીતે જાણે છે જેથી આ કામે તપાસમાં કોઇ પણ પ્રકારનો સાથ સહકાર આપતો નથી? સહિતના મુદ્દાની તપાસ માટે વધુ છ રિમાન્ડની જરૂર છે.

દશરથ પટેલની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ

અપહરણ મામલે ધરપકડ બાદ જેલવાસ ભોગવી રહેલા દશરથ પટેલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં નિર્દોષ હોવા સહિતના મુદ્દા રજૂ કરી જામીન માગ્યા હતી. જો કે, સરકારે એવી દલીલ કરી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી વગદાર છે, તપાસમાં પણ સહકાર આપ્યો નથી, કોર્ટ જામીન આપે તો પુરાવા સાથે ચેડા કરી શકે છે અને સાક્ષીઓ પણ ફોડી શકે છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત ન કરવા જોઇએ. આ મામલે બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here