સો.મીડિયા : ‘રામાયણ’ ફૅમ સુનીલ લહરીએ ટીવી પર મેઘનાદનો વધ જોયો, તસવીર શૅર કરી

0
7

મુંબઈ. લૉકડાઉનને કારણે દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર શરૂ કરવામાં આવી છે. જ્યારે પહેલીવાર આ સિરિયલ ટેલિકાસ્ટ થઈ ત્યારે જેટલી લોકપ્રિય થઈ હતી, તેટલી જ લોકપ્રિય આ વખતે પણ છે. હાલમાં જ સિરિયલમાં રામ-રાવણના યુદ્ધમાં મેઘનાદ (રાવણનો પુત્ર)નો વધ બતાવવામાં આવ્યો હતો. લક્ષ્મણે મેઘનાદનો વધ કર્યો હતો. લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી.

શું છે તસવીરમાં?
સુનીલ લહરી ઘરે બેસીને સિરિયલ જોતો હોય છે. ગુરુવાર (16 એપ્રિલ) રાત્રે સિરિયલમાં લક્ષ્મણે મેઘનાદનો વધ કર્યો હતો. સુનીલ લહરીએ મેઘનાદના વધની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને સુનીલે કેપ્શન આપ્યું હતુ, મેઘનાદનો વધ જોઈ રહ્યો છું.

રામાનંદ સાગર સાથે સુનીલ લહરીના લવ-હેટ રિલેશનશિપ હતાં

સુનીલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામાનંદ સાગર શૂટિંગમાં એટલા ડૂબી જતા હતાં કે તે લંચ બ્રેક પણ ભૂલી જતા હતાં. તે સમયે તેઓ બધા યંગ હતાં અને સમય પર જમી લેતા હતાં. આથી જ્યારે સમય પર ભોજન ના મળે તો તે ગુસ્સે થઈ જતો હતો. રામાનંદ સાગર આ ગુસ્સાનો ઉપયોગ સિરિયલમાં કરતાં. આથી જ લક્ષ્મણનો રોલ આટલો યાદગાર બન્યો. રામાનંદ સાગર જાણી જોઈને તેને ગુસ્સે કરતાં, જેથી સ્ક્રીન પર લક્ષ્મણ ગુસ્સામાં જોવા મળે. આ લવ-હેટ રિલેશનશિપને કારણે જ રામાનંદ સાગર તેને પોતાનો છઠ્ઠો દીકરો કહેતા હતાં.

મીમ્સ પર પ્રતિક્રિયા આપી હતી

સોશિયલ મીડિયામાં લક્ષ્મણના ઘણાં જ મીમ્સ બન્યા છે. તેના પર સુનીલ લહરીએ કહ્યું હતું કે લોકોએ આ મીમ્સ તેને પણ મોકલ્યા છે, જે જોઈને તેને સારું લાગે છે. તેને ખરાબ લાગ્યું નહીં. તેના ભાઈના દીકરા પણ તેના પર બનેલા મીમ્સ મોકલે છે. તે આને એન્જોય કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here