લૉકડાઉન રેકોર્ડ : ‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ,

0
7

મુંબઈ. દૂરદર્શન પર બીજીવાર પ્રસારિત થતી સિરિયલ ‘રામાયણ’એ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને ટોપ પોઝીશન મેળવી છે. વર્ષ 2020ના 14મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી ‘રામાયણ’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટોપ ફાઈવમાં ‘રામાયણ’ ઉપરાંત ‘મહાભારત’, ‘શક્તિમાન’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘મહિમા શનિદેવ’ છે. આટલું જ નહીં દૂરદર્શનની વ્યૂઅરશિપમાં પણ 40 કરોડનો વધારો થયો છે.

સતત બીજા અઠવાડિયે દૂરદર્શન ટોચ પર

સતત બીજા અઠવાડિયે દૂરદર્શન પ્રાઈવેટ ચેનલને પછાડીને ટોચ પર રહી છે. 14મા અઠવાડિયે દૂરદર્શનને 19.46 લાખ ઈમ્પ્રેશન મળી છે. બીજા નંબર પર સન ટીવી તથા ત્રીજા પર દંગલ ચેનલ છે. 13મા અઠવાડિયે દૂરદર્શનની વ્યૂઅરશિપ 1.5 બિલિયન (150 કરોડ) હતી, જે 14મા અઠવાડિયે 1.9 બિલિયન (190 કરોડ) થઈ ગઈ. દૂરદર્શન શહેરી તથા ગ્રામીણ બંને વિસ્તારોમાં ટોચના સ્થાને રહ્યું હતું.

ગ્રામીણ ક્ષેત્રમાં પણ ‘રામાયણ’ ટોચ પર

ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં અલગ-અલગ ટીઆરપી રિપોર્ટ બનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ નંબર વન પર અને ‘મહાભારત’ પાંચમા સ્થાને રહ્યો હતો. વચ્ચેના ત્રણ સ્થાનો પર દંગલ ચેનલની સિરિયલ ‘લુકાછુપી’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘શનિદેવ’ હતાં. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ને 27 હજાર તથા ‘મહાભારત’ને 6 હજાર ઈમ્પ્રેશન મળી હતી. ગ્રામીણ વિસ્તરમાં પણ દૂરદર્શન ટોચ પર રહી હતી.

શહેરી વિસ્તારમાં પણ ‘રામાયણ’ નંબર વન

શહેરી વિસ્તારની વાત કરીએ અહીંયા ગ્રામીણ વિસ્તાર કરતાં ‘રામાયણ’ સિરિયલ વધુ જોવામાં આવી છે. ‘રામાયણ’ 34 હજાર ઈમ્પ્રેશન સાથે ટોચ પર છે. બીજા નંબર પર ‘મહાભારત’ છે, જેને 10 હજાર ઈમ્પ્રેશન મળી હતી. ‘ઈન્ડિયા ફાઈટ્સ કોરોના 9 PM 9 મિનિટ્સ’ 4300 ઈમ્પ્રેશન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર રહેલા ‘શક્તિમાન’ને 3247 ઈમ્પ્રેશન મળી તો પાંચમા સ્થાને દંગલ ચેનલની સિરિયલ ‘મહિમા શનિદેવ’ છે, જેને 2839 ઈમ્પ્રેશન હતી. શહેરી વિસ્તારમાં પણ દૂરદર્શન ટોચ પર છે.

લૉકડાઉનને કારણે પ્રાઈવેટ ચેનલ પર જૂની સિરિયલનું પુનઃ પ્રસારણ

લૉકડાઉનને કારણે પ્રાઈવેટ ચેનલે પણ જૂની સિરિયલનું પુનઃ પ્રસારણ કર્યું છે. કલર્સ ટીવીએ ‘બિગ બોસ’ની 13મી સિઝન શરૂ કરી હતી. જોકે, આ શો ચાલ્યો નહીં અને થોડાંક જ દિવસમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. મોટાભાગની પ્રાઈવેટ ચેનલ પર જૂની સિરિયલ શરૂ કરવામાં આવી છે, જેમાં ‘બાલિકાવધૂ’થી લઈને ‘ઓફિસ ઓફિસ’, ‘બિદાઈ’, ‘સારાભાઈ v/s સારાભાઈ’ સહિતની સિરિયલ્સ સામેલ છે. જોકે, આ તમામ સિરિયલ ‘રામાયણ’ સામે ટકી શકી નહીં. ટીઆરપીમાં ‘રામાયણ’ને એક પણ સિરિયલ ટક્કર આપી શકી નહીં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here