IPL 2020ની સ્પોન્સરશિપની રેસમાં સામેલ રામદેવ, પતંજલિ લગાવશે બોલી

0
9

IPL 2020ની 13મી સીઝનથી મુખ્ય સ્પોન્સર વીવોના હટી ગયા પછી BCCI નવા સ્પોન્સરની શોધમાં છે. હવે રિપોર્ટ આવી રહી છે કે, યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ IPL 2020ની સ્પોન્સરશિપ માટે બોલી લગાવી શકે છે. પતંજલિના સ્પોકપર્સન એસકે તિજારાવાલાએ કહ્યું કે, અમે પતંજલિને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા માગીએ છીએ અને એ કારણે અમે IPL 2020ની સ્પોન્સરશિપ વિશે વિચારી રહ્યા છે.

જોકે, બજારના જાણકારોનું માનવું છે કે, પતંજલિ એક ગ્લોબલ બ્રાન્ડ નથી. જો તે IPL 2020 ટાઇટલ સ્પોન્સર બને છે, તેને ફાયદો જરૂર થશે પણ IPLને તેનો ફાયદો થશે નહીં. વીવોના ગયા પછી IPL 2020ની સ્પોન્સરશિપમાં જીયો, એમેઝોન, ટાટા ગ્રુપ, ડ્રીમ 11 અને બાયજૂ જેવી કંપનીઓ રસ દાખવી રહી છે. BCCI IPL 2020ના નવા સ્પોન્સર માટે સંપૂર્ણ રીતે પારદર્શિતા અને પ્રક્રિયાનું પાલન કરશે. BCCI ટૂંક સમયમાં ITB કાઢવા જઇ રહી છે. સ્પોન્સરની પસંદગી કરવા માટે ટેન્ડર પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે, કારણ કે બોર્ડ પારદર્શિતા ઈચ્છે છે. ઈન્વિટેશન બિડ હેઠળ નીલામી જીતનારાને UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે થનારી IPL 2020ની ટૂર્નામેન્ટમાં સ્પોન્સર નિયુક્ત કરવામાં આવશે.

વીવોથી BCCI ને મળવાના હતા 440 કરોડ

ભારત-ચીન સીમા વિવાદ પછી ચીની સામાનોના બહિષ્કારની માગની વચ્ચે વીવોએ ગયા અઠવાડિયે જ BCCIની સાથે કરાર ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. વીવો ઈન્ડિયાએ 2017માં IPL ટાઈટલ સ્પોન્સરનો અધિકાર 2199 કરોડ રૂપિયામાં હાંસલ કર્યો હતો. કરાર અનુસાર, કંપનીને દરેક સીઝનમાં BCCIને લગભગ 440 કરોડ રૂપિયા ચૂકવવાના રહેતા હતા. આ પહેલા કાઉન્સિલે આવનારી સીઝન માટે પણ ચીની મોબાઈલ કંપનીની સ્પોન્સશિપના કરારને જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, નવા સ્પોન્સર કદાચ આટલી મોટી કિંમત આપી શકે નહીં અને બોર્ડને નુકસાન થવું પાક્કુ છે. જોકે, સૌરવ ગાંગુલીને લાગે છે કે કરાર ખતમ થવો માત્ર એક ઝટકા સમાન છે અને તે ચર્ચાઓને ફગાવી દીધી કે તેનાથી નાણાકીય સંકટ ઉત્પન્ન થઇ શકે છે. જણાવી દઇએ કે, IPLના મુખ્ય સ્પોન્સર Vivoની સાથે BCCIએ પોતાનો આ વર્ષનો કરાર તોડી દીધો છે. આવતા વર્ષે એટલે કે 2021માં ફરી એકવાર Vivo IPLના મુખ્ય સ્પોન્સર રહેશે, જે 2023 સુધી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here