Monday, October 25, 2021
Homeરામનાથ કોવિંદ નાતાલની ઉજવણી ગુજરાતના આ પર્યટન સ્થળે કરશે : જાણો, રાષ્ટ્રપતિનો...
Array

રામનાથ કોવિંદ નાતાલની ઉજવણી ગુજરાતના આ પર્યટન સ્થળે કરશે : જાણો, રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ તા. 25થી 28 તારીખ સુધી દીવમાં નાતાલ પર્વની ઉજવણી લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. જેના માટેના કાર્યક્રમો પણ ફાઈનલ થઈ ગયા છે.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે. 25 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે સવારે આવશે અને રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ દીવ જવા રવાના થશે. રાજકોટ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સંભવીતપણે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને તેમનું સ્વાગત કરશે.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

25-12-2020

 • દિલ્હીથી 10-25 વાગ્યે રવાના
 • રાજકોટ એરપોર્ટ પર 12.10 મીનીટે આગમન-સ્વાગત
 • 12-20 રાજકોટથી દિવ જવા રવાના
 • 1.25 મીનીટે દિવમાં આગમન
 • 1.55 જલંધર બીચે સરકિટ હાઉસનું ઉદઘાટન

26-12-2020

 • 10-35 સવારે ગંગેશ્ર્વર મહાદેવ મંદિરે પૂજા
 • 11-30 થી 12-30 દિવમાં જુદા-જુદા કામોનું ખાતમુર્હુત
 • 6-20 ફૂડકોર્ટ-સ્ટોલનું ઉદઘાટન
 • આઈએનએસ ખુકરી મેમોરિયલનુ્ંં ઉદઘાટન, કલ્ચરલ પ્રોગ્રામ-ભોજન સમારોહ

27-12-2020

 • સાંજ 4થી 5 ઘોઘલા બીચની મુલાકાતે
 • 6-55 થી 7-40 દિવ કિલ્લાની મુલાકાત અને ફોર્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ-શોનું આયોજન
 • 7-40 થી 8-20 સાંસ્કૃતિક કાર્યક્રમ

28-12-2020

 • સવારે 10-30 વાગ્યે દિવથી રાજકોટ આવવા રવાના
 • 11-35 રાજકોટ એરપોર્ટ પર સ્વાગત-અભિવાદન
 • 11-45 રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
 • 1-30 વાગ્યે દિલ્હી પહોંચશે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments