Friday, April 19, 2024
Homeદાહોદ : રામપુરા જંગલમાં 4 લૂંટારુનો યુવતી પર સામૂહિક બળાત્કાર
Array

દાહોદ : રામપુરા જંગલમાં 4 લૂંટારુનો યુવતી પર સામૂહિક બળાત્કાર

- Advertisement -

દાહોદ: દાહોદ શહેર નજીક આવેલા ગામમાં રહેતી યુવતિ એફવાયબીએમાં અભ્યાસ કરે છે. શુક્રવારના રોજ બે લેક્ચર ભર્યા બાદ આ યુવતિ કોલેજથી પગપાળા દાહોદના બસ સ્ટેન્ડે આવી રહી હતી. ત્યારે 11.30 વાગ્યાના અરસામાં મોટર સાઇકલ ઉપર આવેલા આંબા ગામમાં રહેતા તેના પૂર્વ પ્રેમી અજીત બારિયાએ યુવતિને દાહોદ આઇટીઆઇના ગેટ સામે રોકી હતી. ‘તને પત્ની તરીકે રાખવાની છે’ કહીને ધાક-ધમકી આપીને બળબજરીથી પોતાની મોટર સાઇકલ ઉપર અપહરણ કરી ગયો હતો.અજીત યુવતિને ગોધરા હાઇવેથી રામપુરા નાળા નીચેથી જંગલ તરફ જતાં રસ્તા ઉપર લઇ ગયો હતો.

મોટર સાઇકલ રોકીને એકલતાનો લાભ લઇને યુવતિ પાસે ખોટી માગણી કરતાં તે વશ થઇ ન હતી. આ દરમિયાન જ જંગલમાં રખડતાં દાહોદ તાલુકાના રાબડાળ ગામમાં રહેતો સુરમલ મકના માવી, માતવા ગામનો મનુ મડિયા પલાસ અને વાંદરિયા ગામનો શૈલેષ રમસુ ડામોર તેમની પાસે ધસી આવ્યા હતાં.આ ત્રણે હિસ્ટ્રીશીટરો યુવક અને યુવતિને પગદંડી રસ્તા પરથી ગીચ ઝાડીમાં ખેંચી ગયા હતાં. ત્યાં અજીતને ઝાડ સાથે બાંધીને એક યુવકે તેની ઉપર ધારિયુ ટેકવી દીધુ હતું જ્યારે અન્ય બે યુવકો મોતની ધમકી આપીને યુવતિને જંગલમાં હજી અંદર ધસડી ગયા હતાં.

બંનેએ યુવતિએ નાકમાં પહેરેલી નથણીની લુટ કર્યા બાદ તેના બંને હાથ કમર તરફ બાંધી દીધા હતાં. ત્યાર બાદ બંનેએ યુવતિ સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ ત્રણે નાસી છુટ્યા હતાં. યુવતિએ બાંધેલા અજીતને મુક્ત કરાવતાં તે યુવતિને ઘર નજીક છોડીને જતો રહ્યો હતો. યુવતિએ આ ઘટનાની પોતાની માતાને જાણ કરતાં પરિવાર અને ગામના આગેવાનોએ પોલીસ મથકે ધસી આવી મધ્ય રાત્રે ફરિયાદ નોંધાવી હતી. એસ.પી હિતેશ જોયસરની સુચનાથી ડીવાયએસપી કલ્પેશ ચાવડાના માર્ગદર્શનમાં ટીમો બનાવીને તાલુકા પીએસઆઇ પી.એમ મકવાણાએ અપહરણ કરનારા પ્રેમી સાથે દુષ્કર્મી હિસ્ટ્રીશીટરોને પણ ઝડપી પાડ્યા હતાં.

સામૂહિક દુષ્કર્મ કરનારાઓનો ગુનાઇત ઇતિહાસ
સામુહિક દુષ્કર્મમાં સંડોવાયેલા સુરમલ માવી રીઢો લુટારુ છે.જેલમાંથી ફરાર સુરમલ 26 ડિસેમ્બર 2016ની રાત્રે ચામુંડા હોટલની પાછળ ભાગે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં ઉભી રહેલી તેની ભાભીનો ચુંટણી પ્રચાર કરવા આવ્યો હતો. તે વખતે પોલીસે છાપો મારતાં તેણે ગોળીબાર કરીને પેરોલ ફર્લો પીએસઆઇ જી.આર ચૌહાણને ઘાયલ કર્યા હતાં. ત્યારે પકડાયા બાદ હાલ તે જામીન મુક્ત છે. મનુ પલાસ પણ લુટના ગુનાઓમાં પકડાઇ ચુક્યો છે જ્યારે શૈલેષ પણ ચોરી અને દારૂની હેરાફેરીના ગુનામાં જેલની હવા ખાઇ ચુક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular