રણબીર અને આલિયાની 3 દિવસની રણથંભોર ટ્રિપ પૂરી થઇ

0
7

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે થોડા દિવસ પહેલાં પરિવાર સાથે રણથંભોર પહોંચ્યા હતા. હવે ત્રણ દિવસની તેમની ટ્રિપ પૂરી થઇ ગઈ છે અને 1 જાન્યુઆરીએ તે પરત ફર્યા છે. રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર ફેમિલી સાથે એક ફોટો શેર કર્યો.

ફોટોમાં બધા એક પ્રાઇવેટ પ્લેનની બહાર પોઝ આપતા દેખાઈ રહ્યા છે. રિદ્ધિમાએ ફોટો શેર કરીને લખ્યું, એન્ડ ટુ અ ફેન્ટાસ્ટિક ટ્રિપ, મેકિંગ મેમરીઝ. ફોટોમાં આલિયા ભટ્ટ, તેની બહેન, તેની માતા, રણબીર કપૂર, માતા નીતુ કપૂર, રિદ્ધિમા, તેનો પતિ અને તેની દીકરી સિવાય ડિરેક્ટર અયાન મુખર્જી પણ સામલે છે.

ફિલ્મ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે શુક્રવારે સાંજે પાલી વનમાં ભ્રમણ કર્યું. આ દરમ્યાન તેમણે ઝોન નંબર ચારમાં ફરતા વન્યજીવોને જોયા, પણ તેમને વાઘ જોવા ન મળ્યો. જ્યારે રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ હોટલમાં જ રોકાયા અને દિવસ પસાર કર્યો. આ સેલેબ્સ જયપુરથી કારમાં 29 ડિસેમ્બરે રણથંભોર સ્થિત એક સેવન સ્ટાર હોટલ પહોંચ્યા હતા. રણબીર અને આલિયા ત્યાં સગાઈ કરવાના છે એવા સમાચાર પણ ખૂબ ફેલાયા હતા. તેમની સાથે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પર રણથંભોર પહોંચ્યા હતા.

રણથંભોર ટ્રિપનો આલિયા ભટ્ટનો કેમ્પ ફાયર કરતો ફોટો પણ વાઇરલ થયો. રણબીર કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ લોકોથી છુપાઈને રહ્યા. જંગલમાં ગયા ત્યારનો આલિયા ભટ્ટનો ફોટો સામે આવ્યો છે, પણ રણબીર કપૂરનો કોઈ જ ફોટો સામે આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here