ડાકોર : રણછોડરાય મંદિર દર્શનાર્થીઓ માટે અનિશ્ચિતકાળ સુધી બંધ,

0
15

ડાકોર. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. 26 જૂને પ્રથમ કેસ નોંધાયા બાદ 16 જુલાઈ સુધીમાં કુલ 5 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મૃત્યુ થયું છે. માત્ર 22 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થતાં  ડાકોર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્રએ હાલની પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી ડાકોરના વ્યાપારીઓ અને રણછોડરાયજી મંદિરને સહકાર આપવા જણાવ્યું છે. જેના પગલે મંદિરને 19 જુલાઈથી અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. સાથે જ ડાકોરમાં બજારો પણ સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી ખુલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શ્રાવણીયા દર્શનાર્થીઓમાં ભારે નિરાશા વ્યાપી
ડાકોર ટેમ્પલ કમિટિએ મહત્વનો નિર્ણય કર્યો છેકે, 19 જુલાઈ રવિવારથી ડાકોર રણછોડરાય મંદિરમાં ભક્તો, દર્શનાર્થીઓ માટે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ટેમ્પલના આ નિર્ણયથી પ્રતિવર્ષ ડાકોર આવતા શ્રાવણીયા દર્શનાર્થીઓમાં ભારે નિરાશા વ્યાપી ગઇ છે. નોંધનીય છેકે, લોકડાઉન બાદ 18 જૂનના રોજ ડાકોર મંદિર ખૂલ્યું હતું. 18 જુલાઈ સુધીના એક મહિનાના સમયગાળામાં 16,271 દર્શનાર્થીઓ, ભક્તોએ દર્શન કર્યા છે.

બે દિવસ પહેલા કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરનાર પાલિકા કોરોના રોકવા સક્રિય
ડાકોરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમિતોને લઇને નગરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બે દિવસ પહેલા જ કોવિડ ગાઈડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી જાહેર કાર્યક્રમ અને ભોજન સમારંભ કરનાર ડાકોર નગરપાલિકા તંત્ર કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન અટકાવવા સક્રિય થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here