વડોદરા : રંગેચંગે નવરાત્રી પર્વનો પ્રારંભ, પહેલાં નોરતે જ વડોદરાના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

0
0

વડોદરાઃ વડોદરા શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ક્યાંક પાંચ ગરબા રમીને ગરબા બંધ કરાયા હતા. તો ક્યાંય ખેલૈયાઓ 3 કલાક મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. પહેલાં નોરતાના દિવસે વરસાદ પડ્યો હતો. જોકે સાંજ સુધીમાં આયોજકોએ ગ્રાઉન્ડ તૈયાર કરી દીધા હતા. અને રાત્રે ખેલૈયાઓ પહેલે દિવસથી જ વિવિધ થીમ પર તૈયાર થઈને ગરબે ઘૂમ્યા હતા.

પહેલાં દિવસે જ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

યુનાઇટેડ વે ઓફ બરોડા ખાતે ગામઠી થીમ પર 20થી વધુ લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ વર્ષે પેહલીવાર નવલખી મેદાન ખાતે શરૂ થયેલા પેલેસ હેરિટેજ ગરબા ખાતે પહેલા દિવસથી જ યુવાધન ઉમટી પડ્યું હતું. પહેલાં દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને કલાવૃંદોમાં પણ જોશ આવી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here