અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું હ્રદયરોગનો હુમલો આવવાથી અવસાન

0
12

અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું હ્રદયરોગનો હુમલો આવવાથી અવસાન થયું છે. ગઈકાલે સાંજે તેમને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેને પગલે તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બપોરબાદ તેમને હ્રદયરોગનો હુમલો આવતા મૃત્યું થયું છે. રેન્જ IGનાં નિધનથી પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો છે.

પિતા ગુમાવનાર બાળકની IPS કેસરીસિંહે ઉછેરવાની જવાબદારી લીધી હતી

સુરત પાસે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું ત્યારે એક માસુમ બાળક પિતાની લાશ પાસે રડી રહ્યું હતું. આ જોઇને ત્યાં ઉભેલા તમામની આંખો ભરાઇ આવી હતી. બાળકને રડતું જોઇને ત્યાં તપાસ માટે આવેલા IPS અધિકારી કેસરીસિંહ ભાટીએ આ બાળકને ભણાવવા માટે કહ્યું હતું. IPS અધિકારીએ તપાસ કરી તો આ બાળકની માતા જ તેનો આશરો હતી, પરંતુ તે બોલી અને સાંભળી શકતી ન હતી. બાળકને ભણાવવા માટે અધિકારી સતત મદદ કરતા રહ્યા અને આ દરમિયાન તેમની બદલી થઇ ગઇ. થોડા દિવસ પછી તેઓ બાળકની ભાળ મેળવવા માટે તેમના ગામ ગયા તો જાણવા મળ્યું કે બાળકે ભણવાનુ છોડી દીધુ અને નાનું-મોટું કામ કરવા લાગ્યો હતો.

બાળક નાનો હતો અને તેની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેના પિતાના મોત બાદ તેના ઘરનું નિર્વાહ તેના મામા કરતા હતા. તે પણ ટ્રેન નીચે આવી જતા તેમના બન્ને પગ કપાઇ ગયા છે. હવે માતાની સાથે તેના મામાની પણ જવાબદારી તેના માથે આવી ગઈ હતી. જેથી તેણે નાનુ મોટું કામ કરવાનુ શરૂ કર્યું. બાળકે કહ્યું ‘સાહેબ હું નહી કમાઉ તો મારી માતા અને મામા જીવી નહી શકે’. આ સાંભળીને IPS અધિકારી પણ સમસમી ઉઠ્યા અને તેને બાળકની વધુ મદદ કરવા માટે જણાવ્યું હતું. પણ બાળકે માંને છોડીને ક્યાંય જવાની ના પાડી દીધી. આજે પણ આ બાળક તેની માતાની સેવા કરી રહ્યો છે. જ્યારે IPS અધિકારી દર વર્ષે તેને અને તેના પરિવારને કપડા અને નાની મોટી મદદ કરતા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here