કચ્છ : ભુજના કેરા ગામની વાડીમાં 5 NRI સહિત 10 દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા

0
39

ભુજ: રાજ્યમાં પોલીસ ચેક પોસ્ટ નાબૂદ કરાઈ છે ત્યારે બેધડક દારૂની હેરાફેરીની શક્યતા રહેલી છે. જોકે, ગુજરાત પોલીસે પણ જરૂરીયાત અનુસાર પ્રોહિબિશન અને જુગાર સામે ડ્રાઈવ ચાલુ રાખવા નક્કી કર્યું છે. ત્યારે બાતમીને આધારે ભુજ તાલુકાના કેરા ગામમાં માનકુવા પોલીસે દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. તેમાં 5 એનઆરઆઈ સહિત 10 લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. કેરા ગામની સીમમાં વાડીમાં દારૂની મહેફિલ ચાલતી હતી.

પાર્ટીની બાતમી મળી હતી
માનકુવા પોલીસ પ્રોહિબિશન ડ્રાઈવમાં હતી ત્યારે કેરા દહિસરા રોડ પર ધનશ્યામ ટપરીયાની વાડી પરના ભુંગામાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતાની બાતમી મળી હતી. જ્યાં પોલીસ દોડી જતાં ટુ-વ્હિલર અને ફોર વ્હિલર પાર્ક કરેલી દેખાઈ હતી. ભુંગામાં પોલીસ ત્રાટકતા ત્યાં ટેબલ અને સોફા સેટી પર બેસેલા લોકોના હાથમાં ગ્લાસ હતા અને ટેબલ પર બોટલો પડી હતી. સાથે સીંગ દાળીય અને વેફરના પડિકા પડ્યા હતા. અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો પડી હતી.

દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા આરોપીઓ
પ્રેમજી વેલજી વાઘજીયાણી (ઉ.વ. 56) કેન્યા, મૂળ નારણપર, તાલુકો ભુજ
મેઘજી મનજી વરસાણી (ઉ.વ.57) કેન્યા, મૂળ કેરા, તાલુકો ભુજ
ઘનશ્યામભાઈ માવજીભાઈ ટપરીયા (ઉ.વ. 57) નૈરોબી કેન્યા, મૂળ કેરા, તાલુકો ભુજ
મયુરભાઈ રમેશભાઈ વરસાણી (ઉ.વ. 24) કેરા, તાલુકો ભુજ
જયેન્દ્રભાઈ રણછોડભાઈ ઉબરાણીયા (ઉ.વ. 43) કેરા તાલુકો ભુજ
રમેશ મનજીભાઈ વરસાણી (ઉ.વ. 48) કેરા, તાલુકો ભુજ
વિનેશ મેઘજીભાઈ વરસાણી (ઉ.વ. 28) કેન્યા મૂળ કેરા, તાલુકો ભુજ
દિનેશ દેવજીભાઈ પટેલ (ઉ.વ. 46) કેરા તાલુકો ભુજ
રાજેન્દ્ર ધનશ્યામબાઈ ટપરીયા (ઉ.વ. 33) કેન્યા મૂળ કેરા, તાલુકો ભુજ
ગણેશભાઈ મોહનલાલજી જોષી (ઉ.વ. 26) કેરા, તાલુકો ભુજ (વાડીમાં રહે છે, મૂળ ગોગુદા તા-જી, ઉદયપુર, રાજસ્થાન)

4 પાસે પરમિટ હતી
પ્રેમજી વાઘજીયાણી પાસેથી આઈફોન (રૂ.10 હજાર) કેફીપીણુ પીવાની પરમિટ હતી પરંતુ અન્યને ન અપાય તે જાણવા છતાં પાર્ટી કરાવી, મેઘજી વરસાણી પાસેથી આઈફોન (રૂ.10 હજાર) કેફીપીણુ પીવાની પરમિટ હતી પરંતુ અન્યને ન અપાય તે જાણવા છતાં પાર્ટી કરાવી, ઘનશ્યામ ટપરીયા પાસેથી હ્યુવૈઈનો મોબાઈલ (રૂ.10 હજાર) અને વાડીના માલિક, મયુર વરસાણી પાસેથી એક આઈફોન (રૂ.10 હજાર) અને એમઆઈનો મોબાઈલ (રૂ.10 હજાર), જયેન્દ્ર ઉબરાણીયા પાસેથી એમઆઈનો મોબાઈલ (રૂ.10 હજાર), રમેશ વરસાણી પાસેથી એમઆઈનો મોબાઈલ (રૂ.10 હજાર), વિનેશ વરસાણી પાસેથી બે સેમસંગના મોબાઈલ (રૂ.20 હજાર) પરમિટ હતી પરંતુ અન્યને કેફીપીણું પીવડાવ્યું હતું, દિનેશ પટેલ પાસેથી વીવોનો મોબાઈલ (રૂ.10 હજાર) અને ઓપોનો મોબાઈલ (રૂ.5 હજાર), રાજેન્દ્ર ટપરીયા પાસેથી સેમસંગનો મોબાઈલ (રૂ.10 હજાર) અને દારૂની પરમિટ હતી પરંતુ અન્યને પીવડાવી અને ગણેશ જોષી ઓપો મોબાઈલ (રૂ.10 હજાર) સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.

પકડાયેલી દારૂ અને બીયર
દારૂની મહેફિલમાં પોલીસે જેબી રેર બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી એક લિટર અને 750 ML અડધી ભરેલી અને એક લિટરની બે ભરેલી બોટલ (રૂ.1 હજાર), જેમશન આઈરિસ વ્હિસ્કી 750 MLની બે અડધી અને બે શીલબંધ (રૂ.1 હજાર), બ્લેક લેબર જોહની વોકર એક લિટર અડધી ભરેલી, મેકડોવેલ્સ નં-1 (ઓન્લી સેલ હરિયાણા ઓન્લી), ગોલ્ફર્સ શોટ બેરેલ એજ્ડ વ્હિસ્કી 750 ML ભરેલી બોટલ ર(રૂ.500), વોડકા પ્રિમિયમ ફ્લેવર્સ 750 MLની બે ભરેલી બોટલ (રૂ.1020), કાર્લ્સબર્ગ પ્રિમિયમ લેજર સ્મૂથ 500 ML બીયર (રૂ.100), ટોર્બગ પ્રિમિયમ બીયર 500 ML બીયર (રૂ.100) 5 નંગ અને કાર્લ્સબર્ગ એલિફન્ટ સ્ટ્રોગ સુપર પ્રિમિયમ બીયર 500 ML બીયર (રૂ.1100) ઝડપી પાડ્યો હતો.

પોલીસે કબ્જે કરેલા વાહનો
મહિન્દ્રની એક્સયુવી 500 જીજે 12 બીઆર 9399 (કિં.રૂ. 5 લાખ), ટોયટો ઈનોવો ક્રિસ્ટા જીજે 12 ડીએમ 7784 (કિં.રૂ. 10 લાખ), ટાટા ઈન્ડિકા વિસ્ટા જીજે 6 ઈએચ 5980 (કિં.રૂ. 2 લાખ), હોન્ડા એક્ટિવા જીજે 12 બીક્યુ 9222 (કિં.રૂ. 10 હજાર) અને હોન્ડા સીડી 110 ડીએક્સ જીજે 12 ડીએફ 8343 (કિં.રૂ. 10 હજાર) કબ્જે કરી હતી.

વાહનો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે 6 લોકો સામે દારૂની પરમિટ ન હોવાછતાં મહેફિલ માણતા ઝડપી પાડતા તેમામ પાસેથી મુદ્દામાલમાં 13 મોબાઈલ (કિં.રૂ. 1.25 લાખ), ભારતીય અને વિદેશી બનાવટનો વિવિધ બ્રાન્ડની 8 બોટલો (કિં.રૂ. 4020) તથા મહેફિલ માણતા વપરાયેલી દારૂની 6 બોટલ અને 17 વિવિધ બ્રાન્ડની 17 બીયર (કિં.રૂ.1700), મહેફિલ માણવા વાપરેલા 3 ફોર વ્હિલર અને 2 ટુ વ્હિલરના (કિં.રૂ. 17.20 લાખ) મળી કુલ (કિં.રૂ. 18,50,720)નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here