દીપિકા સાથેની આગામી ફિલ્મમાં રણવીર આઉટ, હવે આ કલાકાર લીડ રોલમાં જોવા મળશે

0
7

થોડા દિવસો પહેલા સમાચાર હતા કે, લવરંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂર અને અજય દેવગણ સાથે કામ કરવાના છે. તેમજ દીપિકા પદુકોણ પણ મુખ્ય અભિનેત્રી તરીકે હશે. અજય દેવગણ આ ફિલ્મમાં રણબીર કપૂરના પિતાનું પાત્ર ભજવી રહ્યોં છે. જો કે પછીથી દીપિકાએ આ ફિલ્મ ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે મળેલી માહિતી ખૂબ જ રસપ્રદ છે.

લવ રંજનનું નામ ‘મી ટુ’ વિવાદમાં સપડાવાથી દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ હવે જાણવા મળેલ મુજબ દીપિકા આ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં રણબીર પણ હોવાથી લોકોને ભૂતપૂર્વ પ્રેમી પંખીડા રણબીર-દીપિકાને રૂપેરી પડદે સાથે જોવામાં રસ છે પરંતુ મળતી માહિતી અનુસાર દીપિકા આ ફિલ્મમાં રણબીરની લવ-લાઇફ નહીં પરંતુ અજય દેવગણની પ્રેમિકા તરીકે જોવા મળશે.

હાલ દીપિકા પોતાની આગામી ફિલ્મ ‘છપાક’માં વ્યસ્ત છે. ઉપરાંત પતિ રણવીર સિંહ સાથે ‘૮૩’માં પણ દેખાવાની છે. આ ફિલ્મમાં રણવીર-દીપિકા રૂપેરી પડદે પણ પતિ-પત્નીના પાત્રમાં જોવા મળશે. જ્યારે રણબીર ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાવાનો છે. અજય દેવગણ પાસે તો ઘણી ફિલ્મો છે, જેમાં તાનાજી : ધ અનસંગ વોરિયાર, સૂર્યવંશી, ભુજ : ધ પ્રાઇડ એન્ડ મેદાન’ જેવી ફિલ્મો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here