સેલેબ લાઈફ : રણવીર સિંહે લેમ્બોર્ગિની ખરીદી, મુંબઈમાં કારની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂ.

0
95

મુંબઈઃ રણવીર સિંહ ગુરુવારના (3 ઓક્ટોબર) રોજ મુંબઈના રસ્તા પર લાલ રંગની લેમ્બોર્ગિની યુરસ ચલાવતો જોવા મળ્યો હતો. સૂત્રોના મતે, રણવીરે હાલમાં જ આ કાર ખરીદી છે. રણવીર પહેલી જ વાર આ કાર ડ્રાઈવ કરતો જોવા મળ્યો હતો. આ રોડની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂપિયા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર છેલ્લે ‘ગલીબોય’માં જોવા મળ્યો હતો. હાલમાં રણવીર ‘83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડકપ પર આધઆરિત છે, જેમાં રણવીરે કપિલ દેવની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં દીપિકા પણ કપિલ દેવની પત્ની રોમી દેવના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થશે.

આ બોલિવૂડ સ્ટાર્સ પાસે પણ લેમ્બોર્ગિની છે

ઈમરાન હાશ્મી

ઈમરાન હાશ્મીએ આ વર્ષે જુલાઈમાં સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. પીળા રંગની આ કારની કિંમત 5.65થી 6.28 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ V12 એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ જ સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકાએ લેમ્બોર્ગિની અવેન્ટાડોર એસવી કાર થોડાં વર્ષ પહેલાં ખરીદી હતી. આ કારમાં V12 એન્જિન લાગેલું છે અને આ કાર 2.9 સેકેન્ડ્સમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ પાસે બ્લેક રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે. આ કારમાં V10 એન્જિન આવેલું છે. 3.9 સકેન્ડમાં આ કાર 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી પાસે મેટાલિક બ્લૂ રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે. 

પૃથ્વીરાજ સુકુમારણ

મલાયલમ એક્ટર પૃથ્વીરાજ પાસે લેમ્બોર્ગિની હુરાકેન છે. આ કારમાં V10 એન્જિન છે. 3.4 સેકેન્ડમાં આ કાર 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here