Tuesday, April 16, 2024
Homeરાપર : મોમાઈમોરાના ગ્રામજનોએ જનતાની ચીમકી આપી, પોલીસે પણ જોડાવું પડ્યું અને...
Array

રાપર : મોમાઈમોરાના ગ્રામજનોએ જનતાની ચીમકી આપી, પોલીસે પણ જોડાવું પડ્યું અને મહિલા બૂટલેગર સામે કેસ નોઁધ્યો

- Advertisement -

રાપર: રાપર તાલુકાના ધાર્મિક સ્થળ તરીકે વિખ્યાત મોમાઈમોરા ધામે લાંબા સમયથી દેશી દારૂનો અડો ચલાવતી મહિલા બુટલેગર ઉપર ગ્રામજનો દ્વારા જનતા રેઈડ કરતાં પોલીસ બેડાંમાં દોડધામ મચી પડી હતી. ના છૂટકે પણ પોલીસે જનતા રેઈડમાં જોડાઈને પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.
ગ્રામજનોએ અનેક રજૂઆત કરી હતી
રાપર તાલુકાના ધાર્મિક સ્થળ મોમાઇમોરા ગામે ઘણા વર્ષોથી દેશી દારૂ ગાળવા તથા પાંચથી વધુ ગામોમાં તેનો સપ્લાય કરતી મહિલા બુટલેગર ભગવતીબેન રમેશભાઈ ઉમટ(વારંદ)ને અવારનવાર સમજાવા છતાંય પોતાનો ધંધો બંધ કર્યો ન હતો. મોમાઈમોરા ધામે આવતા યાત્રાળુઓની નજર સામે પણ ખુલ્લેઆમ દારૂ વેચતી મહિલાના ત્રાસના કારણે ગ્રામજનો ત્રાસી ગયા હતા. અનેક વખત પોલીસમાં પણ રજૂઆત કર્યા છતાંય કોઈ પગલાં ના લેવાતાં આખરે મોમાઇમોરા ગામના સરપંચ રમેશભાઈ દાદલ તથા ગ્રામજનો દ્વારા આજે ગામમાં સવારે ભેગા થઈને આડેસર પોલીસ મથકે પહોચ્યા હતા જ્યાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી કે તમે રેઈડ પાડવા આવો છો કે અમે ગ્રામજનો રેઈડ પાડીએ જેના કારણે આડેસર પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા તે મહિલાના ઘરે ગયા હતા.
દેશી દારૂ અને આથો મળ્યો
પોલીસે ત્યાંથી 8 લીટરથી વધુ દેશી દારૂ તથા 35 લીટર આથાના 4 કેરબા ભરેલા જમીનમાં ડાટેલા મળી આવ્યા હતા. જેના કારણે ઉપરોક્ત મહિલા ઉપર આડેસર પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી હતી અને વધુ તપાસ આડેસર પોલીસે હાથ ધરી હતી. કુખ્યાત મહિલા બુટલેગર લાંબા સમય થી દેશી દારૂની પ્રવૃતિ ધરાવે છે અને કેટલીક વખત પકડાઈ હોવા છતાંય પોલીસ દ્વારા મહિલા હોવાનાં કારણે તેના પતિ ઉપર કેસ દાખલ કરેલા છે જેના કારણે પોતે આબાદ નીકળી જતી હતી.
ગ્રામજનોના હઠાગ્રહથી ગુનો નોંધાયો
ગ્રામજનોની એકતા અને સતર્કતાના કારણે આ વખતે તે મહિલા ઉપર જ કેસ કરવા ગ્રામજનોએ જણાવ્યું હતું. કારણ કે સાચી આરોપી તે મહિલા જ હતી જેના કારણે આડેસર પોલીસે તે મહિલા ઉપર દારૂ વેચવા અને પાડવાનો ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી આડેસર પંથકમાં દેશી અને વિદેશી દારૂના હટડાઓ ધમધમી રહ્યા છે પણ પોલીસને નજર નથી આવતા જેના કારણે લોકોને જનતા રેઈડ કરવાની ફરજ પડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular