Tuesday, January 31, 2023
Homeગુજરાતસુરેન્દ્રનગરના રતનપરમાં બ્યુટીપાર્લરમાં ગયેલી યુવતી પર દુષ્કર્મ

સુરેન્દ્રનગરના રતનપરમાં બ્યુટીપાર્લરમાં ગયેલી યુવતી પર દુષ્કર્મ

- Advertisement -

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગયેલી યુવતી પર પાર્લર ચલાવતી મહિલાના દિયરે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીને વીડિયો વાઇરલ કરવાની બ્યુટીપાર્લર ચલાવતી મહિલા અને તેના દિયરે ધમકી આપી હતી. એટલું જ નહીં ઠપકો આપવા ગયેલા યુવતીના નિકટના સંબંધી સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. જેથી આબરૂ જવાની બીકે પીડિતાએ ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે દાખલ કરાઇ હતી. આ મામલે મદદગારી કરનાર મહિલા અને તેના દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રતનપર ગાંડાવાડી વિસ્તારમાં રહેતી યુવતી ઘરની બાજુમાં બ્યુટી પાર્લર ચલાવતી નઝમાબેન ઈરફાનભાઈ જેડાના ઘરે તૈયાર થવા અને આઈબ્રો કરાવવા ગઈ હતી. ત્યારે નઝમાએ તેને બાજુના રૂમમાં બેસવાનું જણાવી થોડીવાર પછી તેના દિયર ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામ મહંમદ રહીમભાઈ જેડાને બોલાવી રૂમમાં મોકલતા યુવતી ઉભી થઈ ગઈ હતી. નઝમાબેને તેણીને ધક્કો મારી પાડી દીધી હતી. જ્યારે ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામ મહંમદે તેણી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.

યુવતી રોતી હતી ત્યારે નઝમાએ કહેલું કે, તારો તથા ગુલાબ મહંમદનો મે વીડિયો ઉતારી લીધો છે. જો તુ કોઈને આ વાત કહીશ તો હું વીડિયો વાયરલ કરી નાંખીશ તેથી આબરૂ જવાની બીકે યુવતીએ કોઈને વાત કરી નહોતી. ત્યારબાદ નઝમા અને ગુલાબ મહંમદ તેને ધમકી આપતા હતા. જેથી આબરૂ જવાની બીકે યુવતીએ ફીનાઈલ પી લીધુ હતું. જેને સારવાર માટે દાખલ કરાઈ હતી.

ત્યારબાદ પણ બન્નેનો ત્રાસ વધતા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નિકાહ કરવા ધમકાવતા હોવાથી આખરે યુવતીએ પરિવારજનોને દુષ્કર્મની વાત કરી દેતા પરિવારજનોએ તેણીને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા તૈયાર કરી હતી. યુવતીએ આખરે નઝમા ઈરફાનભાઈ જેડા અને ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામમહંમદ રહીમભાઈ જેડા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular