કાસ્ટિંગ ડિરેક્ટર પર કેસ : એક્ટ્રેસને લગ્નની લાલચ આપીને રેપ કર્યો, પોર્ન વીડિયો મોકલીને હેરાન કરવાનો આક્ષેપ

0
11

ટીવી તથા વેબ સીરિઝ એક્ટ્રેસે બોલિવૂડના કાસ્ટિંગ ડિરેક્ટર આયુષ તિવારી પર રેપનો આક્ષેપ મૂક્યો છે. એક્ટ્રેસની ફરિયાદ પર મુંબઈના વર્સોવ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. આ કેસમાં હજી સુધી કાસ્ટિંગ ડિરેક્ટની કોઈ પ્રતિક્રિયા આવી નથી. પોલીસે હજી સુધી આયુષની ધરપકડ કરી નથી. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે આરોપી તેને છેલ્લાં ઘણાં દિવસોથી પોર્ન વીડિયો મોકલીને હેરાન કરતો હતો.

એક્ટ્રેસ છેલ્લાં બે વર્ષથી આરોપીને ઓળખતી હતી

વર્સોવા પોલીસે આ કેસની તપાસ શરૂ કરીને એક્ટ્રેસનું નિવેદન નોંધી લીધું છે. પોલીસ આવતા અઠવાડિયે આયુષને પૂછપરછ માટે બોલાવશે. એક્ટ્રેસનો આક્ષેપ છે કે આયુષે લગ્નની લાલચ આપીને તેની પર અનેક વાર રેપ ગુજાર્યો હતો. આયુષે પીડિતાને એક વેબ સીરિઝ માટે કાસ્ટ કરી હતી. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે પીડિતા આરોપીને છેલ્લાં બે વર્ષથી ઓળખતી હતી.

પોર્ન વીડિયો બતાવીને રેપ કર્યો હોવાનો આક્ષેપ

વર્સોવા પોલીસના મતે, આયુષ તિવારીએ પીડિતાને લગ્નની લાલચ આપી હતી અને બે વર્ષ સુધી તેની પર રેપ કર્યો હતો. પીડિયાએ આરોપી આયુષ પર પોર્ન વીડિયો બતાવીને રેપ કર્યો હોવાનો આક્ષેપ મૂક્યો છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું, ‘આયુષ અશ્લિલ વીડિયો બતાવીને તેની પર રેપ કરતો હતો. થોડાં સમય પહેલાં તેણે આયુષનો સાથ છોડી દીધો હતો. જોકે, તેમ છતાંય આયુષ મોબાઈલ પર અશ્લિલ વીડિયો મોકલતો હતો. આટલું જ નહીં ઘણીવાર આયુષ તેને માર પણ મારતો હતો.’

પીડિતાએ પોતાના ભાઈને આ વાત કહી હતી. તેણે પણ આયુષને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માન્યો નહીં. અંતે, પીડિતાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here