કોરોના સામે જંગ:ટ્રેનમાં અમદાવાદ આવતા તમામ મુસાફરોનું કાલુપુર રેલવે સ્ટેશન પર રેપીડ ટેસ્ટિંગ શરૂ, 35થી વધુ મુસાફરો પોઝિટિવ આવ્યા

0
12
તમામ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવા માટે રેલવે સ્ટેશન કેમ્પસમાં વિશેષ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.
તમામ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવા માટે રેલવે સ્ટેશન કેમ્પસમાં વિશેષ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

સીએન 24,સમાચાર

રાજ્યમાં કોરોનાનાં કેસો 1300ને પર થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અનલોક 4 બાદ તમામ રોજગાર ધંધા શરૂ થઈ ગયા છે. બહારથી આવતા મજૂરો અને લોકોથી પણ સંક્રમણ વધ્યું હોવાને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર યાત્રીઓના રેપીડ ટેસ્ટીંગની પ્રકિયા શરૂ કરી છે. જેની કામગીરીના ભાગરૂપે રાજધાની ટ્રેન સહિત અન્ય ટ્રેનમાં આવેલા યાત્રીઓના ટેસ્ટિંગ કરતા 35થી વધુ કેસ પોઝિટિવ મળી આવ્યાં હતાં. દિવસ દરમિયાન 3 ટ્રેનો આવતી હોવાથી તમામ મુસાફરોનું નિયમિત ટેસ્ટીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજધાની અમદાવાદ આવેલા 26 પોઝિટિવ આવ્યાં

પ્રવાસીનો કોરોના ટેસ્ટ કરી રહેલા કર્મચારી

શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી અલગ અલગ જગ્યાઓ સાઈટ પર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. બહારના રાજ્યમાંથી રોજીરોટી કમાવવા અમદાવાદ આવતાં કામદારો/મજૂરોમાં કોરોના જોવા મળ્યો છે. જેના લીધે શહેરમાં સંક્રમણને અટકાવવા માટે આજથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ખાસ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. બહારગામથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ફરજિયાત ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારે દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનના મુસાફરોનું ટેસ્ટીંગ થયું હતું. આ ટેસ્ટીંગની કામગીરી દરમ્યાન 26 કેસો પોઝિટિવ મળી આવ્યાં હતાં. તેઓને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. તો ગંભીર લક્ષણો હોય તેવા મુસાફરને કોવિડ કેર સેન્ટર/કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની કામઉગીરી હાથ ધરાઇ હતી.

અન્ય રાજ્યોનાં મજૂરો પોઝિટિવ આવ્યાં

તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવશે

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ડોમમાં તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરી અને રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી હજી પણ ચાલુ રહેશે. બહારથી આવતા આવા મુસાફરોના ટેસ્ટિંગથી મહદ અંશે કોરોનાનાં કેસો ઘટી શકે છે. કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી સઘન ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં કન્ટ્રકશન સાઇટથી માંડીને તેમની કોલોની તેમજ શો રૂમો વગેરે સ્થળો પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 250થી શ્રમિકો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા ઝારખંડથી આવ્યા હતા તેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં યુનિવર્સીટી જીએમડીસી ગ્રાઉન્ડ પાસેની પી.એસ.પી. કોલોનીમાંથી પણ વધુ કેસો મળી આવ્યા હતાં.

કોરોના ટેસ્ટિંગ માટે રાહ જોઈ રહેલા મુસાફરો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here