- Advertisement -
તમંચે પે ડિસ્કો, ધાકડ અને ઐસા મેં શૈતાન જેવા સુપરહીટ ગીતો માટે જાણીતા ફેમસ રેપર અને સિંગર રફ્તાર કથિતરીતે પોતાની પહેલી પત્ની કોમલ વોહરા સાથે ડિવોર્સ લીધાના 5 વર્ષ બાદ ફેશન સ્ટાઈલિસ્ટ મનરાજ જવંદા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર તેના લગ્નની ઘણી બધી તસવીરો વાઈરલ થઈ રહી છે, જે તેના ચાહકો શેર કરી રહ્યાં છે અને તેને લગ્નની શુભકામનાઓ પણ આપી રહ્યાં છે. જોકે, રફ્તાર કે મનરાજ તરફથી તેમના લગ્નની તસવીરો હજુ શેર કરવામાં આવી નથી.
રફ્તાર-મનરાજ જવંદાના લગ્નતેમના લગ્નમાં તેમના પરિવારના અને નજીકના લોકો નજર આવી રહ્યાં છે. ચાહકો તેમના આમ અચાનક લગ્નને લઈને ખૂબ ચોંકી ગયા છે.