નેપાળમાં સોનેરી રંગનો દુર્લભ કાચબો મળ્યો, જિનેટિક મ્યુટેશનને લીધે તેનો રંગ બદલાયો, દુનિયામાં આવો પાંચમો કેસ આવ્યો

0
21

નેપાળમાં સોનેરી રંગનો કાચબો મળ્યો છે. આ કાચબાના દુર્લભ રંગ પાછળનું કારણ જિનેટિક મ્યુટેશન છે. તેને કારણે સ્કિનનો રંગ બદલાઈ ગયો છે અને તે સોનેરી દેખાય છે. નેપાળના ટોક્સિકોલોજી એસોસિયેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે, નેપાળમાં આવો ક્રોમેટિક લ્યૂસિઝ્મ પ્રથમ કેસ અને દુનિયામાં પાંચમો કેસ છે.

ક્રોમેટિક લ્યૂસિઝ્મમાં જે તત્વના લીધે શરીરનો રંગ બદલાય છે તે ખરાબ થાય છે. આવી સ્થિતિમાં સ્કિન સફેદ કે પીળા રંગની થઇ જાય છે, પરંતુ નેપાળમાં મળેલા કાચબામાં પીળા રંગનું પ્રમાણ વધી ગયું છે. આથી જ તે સોનેરી દેખાઈ રહ્યો છે.

કાચબાને પ્રથમવાર જોનારા રેપ્ટાઈલ એક્સપર્ટ કમલ દેવકોટાએ કહ્યું કે, મેં પહેલીવાર આવા રંગનો કાચબો જોયો છે. નેપાળમાં ક્રોમેટિક લ્યૂસિઝ્મનો પ્રથમ કેસ છે. આ ઘણી અલગ પ્રકારની શોધ છે.

વધુમાં કમલ દેવકોટાએ જણાવ્યું કે, એવી માન્યતા છે કે, ભગવાન વિષ્ણુએ બ્રહ્માંડને વિનાશથી બચાવવા માટે કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. હિંદુ માન્યતા પ્રમાણે, કાચબાના ઉપરના ભાગને આકાશ અને નીચેના ભાગને ધરતી માનવામાં આવે છે.

નેપાળમાં કાચબાની 16 પ્રકારની પ્રજાતિ જોવા મળે છે. તેમાં 4 પ્રજાતિ લુપ્તતાની નજીક છે. એક રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, કાચબો મરેલા જંતુઓને ખાઈને પ્રદૂષણ રોકવામાં મહત્ત્વનો રોલ ભજવે છે. દવાઓમાં તેનો ઉપયોગ થવાથી તેની દાણચોરી પણ વધી ગઈ છે. તેને પરિણામે તેની સંખ્યા ઓછી થઇ રહી છે. ઘણા લોકોને લાગે છે કે, કાચબા અને તેના ઇંડાં ખાવાથી સ્વાસ્થ્ય સારું થાય છે અને ઉંમર વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here