Saturday, August 13, 2022
Home09/07/2020 નું રાશિફળ : ગુરુવારે તુલા રાશિના જાતકોએ ધન સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની...
Array

09/07/2020 નું રાશિફળ : ગુરુવારે તુલા રાશિના જાતકોએ ધન સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની જાળવવી

- Advertisement -

મેષ

પોઝિટિવઃ– નવી યોજનાઓ બનાવવી તથા નવા ઉપક્રમ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત પ્રયાસ અને પરિશ્રમના સાર્થક પરિણામ મળશે.

નેગેટિવઃ– કોઇ અજાણ વ્યક્તિ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. ભાઇઓ સાતે પણ સંબંધોમાં ખટાસ આવી શકે છે. ધર્મના નામે કોઇ તમને ઠગી શકે છે.

લવઃ– જીવનસાથીનો ઘરમાં સહયોગ રહેશે.

વ્યવસાયઃ– વર્તમાન પરિસ્થિતિનો જે પ્રભાવ વ્યવસાય ઉપર પડી રહ્યો છે, તેમાથી બહાર આવતાં સમય લાગશે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– આવનાર સમય થોડો મિશ્રિત પ્રભાવ લઇને આવી રહ્યો છે. તમારા વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના કારણે સમાજમાં તમારું માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– કોઇની અંતિમ યાત્રામાં સામેલ થવું પડી શકે છે, જેથી મનમાં વૈરાગ્યના ભાવ ઉત્પન્ન થશે. ઘરના કોઇ વડીલના સ્વભાવને લઇને ચિંતા રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇ નવા પ્રોજેક્ટ મળવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– થોડાં સમયમાં તમને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થવું પડી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– થોડાં સમયથી ચાલી રહેલ પારિવારિક વિવાદ દૂર કરવાનો સમય છે. પ્રતિષ્ઠિત લોકોને મળવાથી ફાયદો થઇ શકે છે.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં ઇગોને સામેલ થવા દેશો નહીં. સરળ સ્વભાવ જાળવીને ચાલો, નહીંતર થોડાં સંબંધ ખરાબ થઇ શકે છે.

લવઃ– કુંવારા લોકોનો સારા સંબંધ મળી શકે છે.

વ્યવસાયઃ– ધન સંબંધિત રોકાણમાં ઘરના વડીલોની સલાહ લેવી.

સ્વાસ્થ્યઃ– કફની સમસ્યા રહી શકે છે.

કર્ક

પોઝિટિવઃ– સુખ-સમૃદ્ધિમાં વધારો થવાના અણસાર જોવા મળી રહ્યા છે. કોઇ જગ્યાએથી તમને કિંમતી ભેટ પણ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બનશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધિના ઘરમાં આવી જવાથી તમારું મન નિરાશ રહેશે. મનમાં થોડાં નેગેટિવ વિચારો પણ ઉઠશે.

લવઃ– જીવનસાથીનું ઘરમાં પૂર્ણ અનુશાસન રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– પગમાં કોઇ ઈજા પહોંચી શકે છે.

સિંહ

પોઝિટિવઃ– તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. વિદ્યાર્થીઓ માટે નોકરી માટે ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાના યોગ છે. આ સમય આત્મમંથનનો રહેશે.

નેગેટિવઃ– ખોવાયેલી વસ્તુની પ્રાપ્તિ પણ અસંભવ જોવા મળી રહી છે. આ સમયે તમારું તણાવમાં રહેવું બેકાર છે.

લવઃ– પરિવારના લોકો તમારી ભાવનાઓને સમજશે.

વ્યવસાયઃ– આ સમયે વેપારમાં ગંભીરતાથી મહેનત કરવી.

સ્વાસ્થ્યઃ– તમે એનર્જીથી ભરપૂર રહેશો.

કન્યા

પોઝિટિવઃ– આ વાતનું ધ્યાન રાખો કે, તમને તમારી મહેનત દ્વારા જ તમારી મહત્ત્વકાંક્ષાઓની પૂર્તિ થશે. તેમાં પ્રભાવશાળી વ્યક્તિઓનો સાથ તમારા કામને સુગમ બનાવશે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે સંબંધોમાં કોઇ પ્રકારની કટુતા આવી શકે છે. તમારી માનસિક સ્થિતિને સ્થિર જાળવી રાખો તથા મનમાં નેગેટિવ વિચાર ઉત્પન્ન થવા દેશો નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મનમુટાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– હાલ લાભની સંભાવના ખૂબ જ ઓછી છે.

સ્વાસ્થ્યઃ– દેસી વસ્તુઓથી પોતાનો ઇલાજ કરાવો.

તુલા

પોઝિટિવઃ– તુલા રાશિના જાતકો માટે સંબંધોની કિંમત અને મહત્ત્વ હંમેશાં મહત્ત્વ ધરાવે છે. જમીન, જાયદાદ સાથે સંબંધિત કોઇ મુખ્ય કામ આજે સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ– ધન સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની જાળવો. કોઇ પ્રકારની યાત્રા કરવાથી બચવું.

લવઃ– જીવનસાથી સાથે ભાવનાત્મક અલગાવ આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી મનમાં સંતોષ રહેશે. ઘરના વડીલોનો પરિવાર ઉપર આશીર્વાદ અને સહયોગ રહેશે.

નેગેટિવઃ– ઘરની બહાર અહીં-ત્યાં જવામાં તમારો સમય વ્યર્થ કરશો નહીં. માર્કેટિંગ સંબંધિત કોઇપણ કાર્યનું ઉત્તમ ફળ મળશે નહીં.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં સંબંધિત સમય હાલ તમારા માટે યોગ્ય નથી.

સ્વાસ્થ્યઃ– સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે.

ધન

પોઝિટિવઃ– આજે તમે તમારા કામને યોગ્ય રીતે પૂર્ણ કરશો. જેથી તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ બધા સામે આવશે. તમારા વિરોધીઓ પણ તમારી સમક્ષ ટકી શકશે નહીં.

નેગેટિવઃ– ઘર સાથે સંબધિત કોઇ કાર્યમાં વધારે ખર્ચ થઇ શકે છે. આ સમયે તમારે બજેટ બનાવીને ચાલવું જોઇએ.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપના વ્યવસાયમાં કામ ચાલતું રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટ સાથે સંબંધિત થોડી મુશ્કેલીઓ રહેશે.

મકર

પોઝિટિવઃ– પરિવારમાં કોઇના લગ્ન કે સગાઈ સંબંધિત કોઇ માંગલિક કાર્યની રૂપરેખા બની શકે છે. સંતાનને કોઇ વિદેશ સાથે સંબંધિત ઉપલબ્ધિ મળી શકે છે.

નેગેટિવઃ– થોડાં સમયથી તમને એલર્ટ કરવામાં આવી રહ્યા છે કે, ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવીને રાખો કેમ કે, વધારે કટુતા આવવાની સંભાવના છે.

લવઃ– તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું જીવનસાથી સાથે વિવાદ ઉત્પન્ન કરી શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોએ કામમાં ધ્યાન રાખવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ– પેટના નીચેના ભાગમાં દુખાવો થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– જે કામને કરવાનું છેલ્લાં કેટલાંક સમયથી વિચારી રહ્યા હતાં, આજે તે કામ સમયે પૂર્ણ થઇ જશે. સમજી વિચારીને અને વિવેકથી કાર્ય કરવાથી દરેક બાજી તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– કોઇપણ નિર્ણય ઇમોશનલ થઇને લેશો નહીં. બાળકોના કોઇ કાર્યથી તમને ચિંતા રહેશે. ધન સંબંધિત નુકસાન પણ સંભવ છે.

લવઃ– કામમાં વ્યસ્ત રહેવાના કારણે તમે ઘરમાં સમય આપી શકશો નહીં.

વ્યવસાયઃ– વારસાગત કાર્યોમાં વધારે લાભદાયક પરિસ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય પરિવાર તથા મિત્રો સાથે મનોરંજનમાં વ્યતીત થશે. ઘરમાં બાળકને લઇને કોઇ શુભ સુચના મળી શકે છે. આજે ઘરનું વાતાવરણ એકદમ સુંદર રહેશે.

નેગેટિવઃ– જમીન-જાયદાદ સાથે સંબંધિત મામલાઓમાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઇપણ મોટો નિર્ણય લેતાં પહેલાં તેના ઉપર ગંભીરતાથી વિચાર કરી લો.

લવઃ– ઘરના સુખમાં પોતાનું સુખ શોધવાની કોશિશ કરો.
વ્યવસાયઃ– કોઇ અન્ય વ્યક્તિને પોતાના વ્યવસાય સાથે સંબંધિત વાતચીત કરશો નહીં.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular