‘નાગિન-4’માંથી રશ્મી દેસાઇ OUT, આ કારણે મેકર્સે દેખાડી દીધો બહારનો રસ્તો

0
14

કોરોના વાયરસને કારણે તમામ ઘંઘારોજગાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બોલિવૂડ અને ટીવી ઉદ્યોગમાં પણ આ મંદીની અસર પડી રહી છે. આ લોકડાઉનનો સમય પૂરો થાય તેની રાહ જોવાઈ રહી છે તો ફેન્સને પણ તેમની પસંદગીના કલાકારો જલદીથી ટીવી પર આવે તેની ઇંતેજારી છે એવામાં નાગીન-4 સાથે સંકળાયેલી એક્ટ્રેસ રશ્મી દેસાઈ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેને જાણીને રશ્મીના ફેન્સ નિરાશ થઈ જશે. નાગીન-4માં શલાકાનો રોલ કરી રહેલી રશ્મી દેસાઈને શો મેકર્સે દરવાજો દેખાડી દીધો છે. એમ જાણવા મળે છે કે રશ્મી દેસાઈ હવે આ શોમાં દેખાશે નહીં.

 

બિગ બોસ-13 બાદ રશ્મી દેસાઈની એન્ટ્રી એકતા કપૂરના શો નાગીન-4માં થઈ હતી. તાજેતરમાં જ શરૂ થયેલા આ શોને લોકો ઘણો જ પસંદ કરતા હતા પરંતુ કોરોનાની મારને કારણે બધું બંધ થઈ ગયું હતું.

 

 

હવે નાગીન-4ના નિર્માતાઓ શો પાછળનુ બજેટ ઘટાડવાનું વિચારી રહ્યા છે. તેઓ કોરોનાને કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરવાનું વિચારી રહ્યા છે. રશ્મી દેસાઈ આ શો માટે મોટી રકમ લઈ રહી હતી અને તેનો ખર્ચ નિર્માતાઓને મોંઘો પડી રહ્યો હતો. આમ રશ્મી દેસાઈને બહાર કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here