Home ગુજરાત અંબાજી ખાતે 2 યુવતીઓના લગ્ન રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંસ્થાએ કરાવ્યા, સમાજમાં...

અંબાજી ખાતે 2 યુવતીઓના લગ્ન રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંસ્થાએ કરાવ્યા, સમાજમાં ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું.

0
198
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે. આ ધામમાં વર્ષે દહાડે લાખો માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શક્તિપીઠ અંબાજી ખાતે જે લોકોના મા બાપ હયાત ના હોય તેમની ગરીબ દીકરીઓને લગ્ન રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યા હતા.  સમાજમાં ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું હતું.
7 ડીસેમ્બરના રોજ અંબાજી ખાતે 2 માં બાપ વિનાની નિસહાય યુવતીઓના લગ્ન રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સામાજીક સંસ્થાએ કરાવ્યા હતા અને સમાજ માં ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું હતું. આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ સાથે બનાસકાંઠાની ટીમ પણ હાજર રહી હતી. આ સંસ્થા દ્વારા સાડી, રસોડા સેટ, પાણી વોટરજગ, મેકઅપ બોક્સ, ચંપલ જોડી, બ્લેંકેંટ, ખુરશી, માટલું, ઓશિકા અને પેન્ટ શર્ટ સહિતની વસ્તુઓ આપવામા આવી હતી.
અંબાજી ખાતે થી શરૂઆત.
અંબાજી ગુજરાત અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આમ આ સંસ્થાનુ ગઠન એક વર્ષ પહેલાં કરાયું હતુ. પણ આ રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંસ્થાએ પોતાના કામની શરૂઆત અંબાજી ખાતે 2 માં બાપ વિનાની યુવતીઓના લગ્ન સામાજિક રીતે કરાવીને સમાજમાં ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું હતું.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી 
Live Scores Powered by Cn24news