Tuesday, November 28, 2023
Home14 જુલાઈનું રાશિફળ
Array

14 જુલાઈનું રાશિફળ

- Advertisement -

મેષ રાશિ –

પોઝિટિવ- ચંદ્રમા તમારા માટે શુભ રહેશે. નવી જવાબદારી મળી શકે છે. ગ્રહોની સ્થિતિ પણ તમારા માટે સારી છે. ધનલાભના યોગ છે. કામમાં વધુ મહેનત કરવી પડશે જેનો તમને ફાયદો પણ મળશે. અટવાયેલા પૈસા પરત મળશે. કોઈ મહત્વના કામ પૂરા થશે. સંબંધીના વ્યવહાર વિશે આજે તમને જાણવા મળી શકે છે.

નેગેટિવ- આજે મુશ્કેલી વધી શકે છે. અધૂરી વાતો સમજવાથી મુશ્કેલી વધશે. સાવધાન રહેવું. આજે તમારો મૂડ ખરાબ થઈ શકે છે.

ફેમિલી- પતિ-પત્ની વચ્ચે મનભેદ થઈ શકે છે. જીવનસાથીની ઉપેક્ષા ન કરો.

લવ – લવ લાઈફ સારી રહેશે.

કરિયર- તમારી પ્રોફેશનલ લાઈફમાં સુધારો થશે. ધનલાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.

હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીમાંથી છૂટકારો મળશે.

શું કરવું- બાળાને મીઠાઈ ખવડાવવી.
……………………

વૃષભ રાશિ –

પોઝિટિવ- આજે તમારી સમસ્યાનું સમાધાન આવશે. ઘણી બાબત તમારા ફેવરમાં રહેશે. કોઈ નવું કામ મળી શકે છે. મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તમારું આયોજન સફળ થઈ શકે છે. જે પણ તમે કરવા માંગો છો તેના વિશે સારા સમાચાર જાણવા મળશે. મોટા લોકો સાથે મુલાકાત થશે.

નેગેટિવ- કોઈ વાતને લઈને તણાવ ન અનુભવવો. કોઈનો વિરોધ ન કરવો. આજે કોઈ કામ તમારી મરજીથી નહીં થાય. આ અંગે તમારે પોતાની જાતને તૈયાર રાખવી પડશે. તમે સંયમ ગુમાવી શકો છો. ખર્ચ પણ વધશે. આળસના કારણે કામ અટકી પડશે.

ફેમિલી- પતિ-પત્ની વચ્ચે ગેરસમજ થઈ શકે છે.

લવ- રોમાન્સ માટે દિવસ સારો છે. પાર્ટનરને સમય આપવો.

કરિયર- કરજ લેવું પડશે. બિનજરૂરી ખર્ચ ન કરવા. જોખમ ભરેલા કામ ન કરવા. યોગ્ય સમયની રાહ જોવી. અભ્યાસ ઉપર ધ્યાન આપવું. સ્પર્ધામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થવાના યોગ છે. ઠંડી-ગરમ વસ્તુ ખાવામાં સાવધાની રાખવી.

શું કરવું – નજીકના વ્યક્તિને સુગંધિત વસ્તુની ભેટ આપવી.
…………………………..

મિથુન રાશિ –

પોઝિટિવ- સમાજમાં માન સન્માન વધશે. બિઝનેસમાં પણ લાભ થશે. જૂના મિત્રોને મળવાનું થશે. લોકો તમારી સલાહ લેશે.

નેગેટિવ – નવા વિચારોના કારણે તમે વારંવાર પરેશાન થશો. કોઈ વસ્તુની ચોરી થવાનો ભય રહેશે. મુશ્કેલી વધારનાર પરિસ્થિતિનું નિર્માણ થશે. તમને એ નહીં સમજાય કે મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો. કોઈ ગેરસમજ પણ થઈ શકે છે.

ફેમિલી- જીવનસાથી માટે સમય કાઢવાની કોશિશ કરવી.

લવ-રોમેન્ટિક મૂડનો આનંદ લેવો. તમે ભાવુક થઈ શકો છો. લાગણીમાં આવીને કોઈ મોટો નિર્ણય ન કરવો.

કરિયર- બિઝનેસમાં મહેનત વધશે. જેનો ફાયદો તમને આવનાર દિવસોમાં મળશે. નાણાકિય વ્યવહારમાં ફાયદો થશે. સરકારી કર્મચારીઓને સફળતા મળશે. વિદ્યાર્થીઓને સાથીદારની મદદ મળશે. કોઈ એક વિષય ઉપર જ ધ્યાન આપવું.

હેલ્થ- અશક્તિનો અનુભવ થશે. ભોજનમાં સાવધાની રાખવી.

શું કરવું – પાણીની ટાંકીમાં પીળું ફૂલ નાખવું.
………………………

કર્ક રાશિ –

પોઝિટિવ- કામને લઈને બહાર જવાનું થશે. કામ સરળતાથી પૂરું થઈ જશે. મહેનત કરવાનો દિવસ છે. જેટલું બની શકે તેટલું હકારાત્મક રહેવું. તમારે અમુક મહત્વના નિર્ણયો લેવા પડશે. લોકોની મદદ માટે કામ કરશો તો તમને મોટો ફાયદો મળશે.

નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિ તમારા માટે શુભ નથી. ઓફિસમાં સાથે કામ કરનાર લોકો સાથે મતભેદ થઈ શકે છે. વાહનનો પ્રયોગ સાવધાનીથી કરવો. નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલું ટેન્શન વધી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કામમાં અવરોધ આવી શકે છે. વધારે પડતી જિદ્દ ન કરવી. તમારી સાથે દૂર્ધટના પણ થઈ શકે છે. સાવધાન રહેવું.

ફેમિલી- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. શાંતિ રાખશો તો સંબંધ સુધરશે.

લવ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- નોકરિયાત વર્ગના કામ મહેનતથી પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને તમારો દિવસ ખરાબ રહેશે. થાક લાગશે.

શું કરવું – સિગરેટ ન પીવી.
……………………..

સિંહ રાશિ –

પોઝિટિવ- તમારાથી ભૂલ થાય તો તેનો અફસોસ ન કરો. તેમાંથી શીખવાની કોશિશ કરો. પોતાના ઉપર વધારે ધ્યાન આપો. નોકરી અને ધંધાની દ્રષ્ટિએ દિવસ પડકારજનક રહેશે. તેનાથી તમને ફાયદો પણ થશે. સંતાન દ્વારા સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવ- ચંદ્રમા ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં રહેશે. કોઈ વ્યક્તિમાં આંધળો વિશ્વાસ ન કરવો. નાની નાની વાતમાં ગુસ્સો કરવાથી બચવું. અમુક લોકો સાથે વ્યવહાર કરવામાં અવરોધ આવશે.

ફેમિલી- સંબંધોની બાબતમાં દિવસ ઠીક ઠીક રહેશે. વાણી ઉપર સંયમ રાખવો. પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે દિવસ સારો છે.

લવ- પાર્ટનર સાથે મળીને ભવિષ્ય માટે યોજના બનાવો. પાર્ટનર પ્રત્યે ઈમાનદાર રહેવું.

કરિયર- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં યાત્રાનો યોગ બની રહ્યો છે. આવકમાં વધારો થશે. અમુક વદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધનો સામનો કરવો પડશે.

હેલ્થ- આળસથી બચવું. થાક પણ તમારી મુશ્કેલી વધારશે.

શું કરવું – કોઈ મંદિરનો પ્રસાદ ખાવો.

……………………….

કન્યા રાશિ –

પોઝિટિવ- આજે ચદ્રમાની શુભ સ્થિતિનો પ્રભાવ તમારી આવક અને બચત પર પડશે. કોઈ ખાસ યોગ્યતાના કારણે તમારું સન્માન થશે. નવી રીતે કામ કરશો, તેનાથી તમે ફાયદામાં રહેશો. ધારેલા કામ કરવામાં સફળતા મળશે. મિત્રો સાથે સમય પસાર થશે. માનસિક રીતે તમે સક્રિય રહેશો. આજે તમે જેટલા ચૂપ રહેશો તેટલો ફાયદો થશે.

નેગેટિવ- તમારા રહસ્યને કોઈને ન જણાવો. કોઈપણ વાત સમજી-વિચારીને કરવી. બીજા લોકો શું કહે છે તેને ધ્યાનથી સાંભળો. પૈસાની બાબતમાં જે ગેરસમજ છે તેમાં સાવધાની રાખો. અમુક કામ અધૂરા રહી શકે છે. આળસ અને મૂંઝવણ વધશે. મહત્વનું કામ પાછળ અધૂરું રહેશે.

ફેમિલી- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

લવ- લવ લાઈફમાં તમે વધારે પડતા ઈમોશનલ રહેશો. બિનજરૂરી વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું.

કરિયર- ધનલાભના યોગ બની રહ્યા છે. તમારું ધ્યાન અભ્યાસ અને સ્પર્ધાની તૈયારીમાં રહેશે. આજની મહેનતનું આગળ ફળ મળશે. નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું. વધારે પડતી ગરમ વસ્તુઓ ન ખાવી.

શું કરવું – તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરવો.
……………………

તુલા રાશિ –

પોઝિટિવ- આજે ચદ્રમાની શુભ સ્થિતિનો પ્રભાવ તમારી આવક અને બચત પર પડશે. કોઈ ખાસ યોગ્યતાના કારણે તમારું સન્માન થશે. નવી રીતે કામ કરશો, તેનાથી તમે ફાયદામાં રહેશો. ધારેલા કામ કરવામાં સફળતા મળશે. મિત્રો સાથે સમય પસાર થશે. માનસિક રીતે તમે સક્રિય રહેશો. આજે તમે જેટલા ચૂપ રહેશો તેટલો ફાયદો થશે.

નેગેટિવ- તમારા રહસ્યને કોઈને ન જણાવો. કોઈપણ વાત સમજી-વિચારીને કરવી. બીજા લોકો શું કહે છે તેને ધ્યાનથી સાંભળો. પૈસાની બાબતમાં જે ગેરસમજ છે તેમાં સાવધાની રાખો. અમુક કામ અધૂરા રહી શકે છે. આળસ અને મૂંઝવણ વધશે. મહત્વનું કામ પાછળ અધૂરું રહેશે.

ફેમિલી- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

લવ- લવ લાઈફમાં તમે વધારે પડતા ઈમોશનલ રહેશો. બિનજરૂરી વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું.

કરિયર- ધનલાભના યોગ બની રહ્યા છે. તમારું ધ્યાન અભ્યાસ અને સ્પર્ધાની તૈયારીમાં રહેશે. આજની મહેનતનું આગળ ફળ મળશે. નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું. વધારે પડતી ગરમ વસ્તુઓ ન ખાવી.

શું કરવું – તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરવો.
…………………..

વૃશ્ચિક રાશિ –

પોઝિટિવ- જે કામ કરી રહ્યા છો તેમાં મહેનતના પ્રમાણમાં સફળતા મળશે. તમારા ઉર્જા વધારે જોવા મળશે. તમે ખરીદી કરવાનું વિચારી શકો છો. ચંદ્રમાની સ્થિતિના કારણે તમારા મોટા ભાગના કામ પૂરા થશે. તમને સહાકાર પણ મળશે. વિવાદને ઉકેલવામાં સફળ રહેશો. નજીકના સંબંધોમાં ધ્યાન રાખવું પડશે. નવા લોકો સાથે મિત્રતા થશે. યાત્રાનો કાર્યક્રમ પણ બની શકે છે. નવા વિચારો તમારા મનમાં ચાલશે.લોકોનું ધ્યાન તમારા ઉપર રહેશે. મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે.

નેગેટિવ- પૈસાની બાબતમાં મુશ્કેલ સ્થિતિ છે. બીજાને નજર અંદાજ ન કરો. લોકો તમારી વાત સાથે સહમત થશે નહીં. કોઈને તમારી વાત બળજબરીપૂર્વક ન મનાવો. સંબંધોમાં અણબનાવ થઈ શકે છે.

ફેમિલી- પાર્ટનર ઉપર ભાવનાત્મક દબાણ ન કરવું.

લવ- લવ પાર્ટનર સાથે સારો વ્યવહાર કરવો.

કરિયર- તમે નવું રોકાણ કરી શકો છો. કામનું ભારણ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. પરીક્ષામાં સફળતા મળશે.

હેલ્થ- થાક લાગશે. ઊંઘ અપૂરતી રહેશે.

શું કરવું – તળેલી વસ્તુઓ ગરીબને ખવડાવવી.
……………………..

ધન રાશિ –

પોઝિટિવ- આજે સારા સમાચાર મળી શકે છે. પગાર વધારા કે બઢતીના સમાચાર મળી શકે છે. રોકાણથી લાભ થશે. કોઈ કૂટેવને છોડવાના પ્રયાસો કરી રહ્યા છો તો તેમા સફળતા મળશે. જમીન-મકાનના કામમાં સફળતા મળશે. જીવનશૈલીમાં બદલાવ કરવાનું વિચારી શકો છો. ઉદાર વ્યવહારના કારણે લોકોના દિલ જીતશો.

નેગેટિવ- અધિકારી સાથે ગેરસમજ થઈ શકે છે. સાવધાન રહેવું. અમુક બાબતમાં સમજૂતી કરવી પડશે. ખર્ચ પણ વધારે રહેશે. કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહેશો.

ફેમિલી- સંયમથી રહેવાથી બધુ ઠીક રહેશે.

લવ- પ્રેમ સંબંધની દ્રષ્ટિએ દિવસ સામાન્ય છે. સંબંધમાં કોઈ નવો પ્રયોગ ન કરવો.

કરિયર- નોકરિયાતવર્ગે ધીરજથી કામ કરવું. ઓફિસના કોઈ બિનજરૂરી વિવાદમાં ન પડવું. રોકાણ માટે સમય સામાન્ય છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.

હેલ્થ- તમારું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થઈ શકે છે. મૌસમી બીમારી થઈ શકે છે. જૂની બીમારી પણ પરેશાન કરી શકે છે.

શું કરવું – સફેદ ફૂલને ગટરમાં ફેંકવું.

…………………….

મકર રાશિ –

પોઝિટિવ- દૂરના સ્થાનેથી સારા સમાચાર મળી શકે છે. નવી ઓફર માટે તૈયાર રહો. અટવાયેલા પૈસા મળી શકે છે. ચંદ્રમાની સ્થિતિ તમારા માટે સારી છે. સારા બદલાવ આવશે. કામને સારી રીતે કરવાની કોશિશ કરશો. કાર્યક્ષેત્રમાં નવું પ્લાનિંગ કરશો. તમે પ્રેમનો પ્રસ્તાવ કરવાનું વિચારી શકો છો.

નેગેટિવ- ખાસ કામમાં ભૂલ થઈ શકે છે. કામમાં મન ઓછું લાગશે. તમારું જૂઠાણ પકડાઈ શકે છે.

ફેમિલી- પાર્ટનરના સહકારથી ધનલાભ થશે.

લવ- દિવસ સારો રહેશે.

કરિયર- બિઝનેસ અને નોકરીમાં અટવાયેલા પૈસા મળી શકે છે. અધિકારીઓ સાથે સંબંધ સારા બનશે. વિદ્યાર્થીઓને ઓછી મહેનતમાં સફળતા મળશે.

હેલ્થ- આંખની બીમારી થઈશકે છે. ચશ્માના નંબર વધી શકે છે.

શું કરવું – કાંટાવાળા છોડના થડે થોડુંક દૂધ નાખવું.
…………………

કુંભ રાશિ –

પોઝિટિવ- કોર્ટના કામમાં સફળતા મળશે. ધારેલું કામ પૂરું થશે. આવક વધશે. પૈસા સાથે જોડાયેલી બાબતમાં ફરીથી વિચાર કરવો પડશે. નોકરી-ધંધાની મુશ્કેલી જતી રહેશે. સમજદારીથી કામ કરવું. યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. કોઈ ખાસ બાબતને લઈને પાર્ટનરની મદદ મળશે. પાર્ટનરના આઈડિયાથી તમને સફળતા મળશે.

નેગેટિવ-કામમાં મન લાગશે નહીં. ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય ન લેવો, તેનાથી નુકસાન થઈ શકે છે. કામમાં ઉતાવળ ન કરવી. મિત્રો અને સંબંધીઓ સાથે અણબનાવ થઈ શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે. થાકનો અનુભવ થશે.વાહનથી સંભાળવું.

ફેમિલી-પાર્ટનર સાથે સમય સારી રીતે પસાર થશે.

લવ- દિવસ સારો રહેશે.

કરિયર- રોકાણમાં સાવધાની રાખવી. સ્પર્ધામાં સફળતા મળશે. વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- પેટની બીમારી રહેશે.

શું કરવું – માતા કે માતા સમાન મહિલાને પ્રણામ કરવા.
…………………………….

મીન રાશિ –

પોઝિટિવ- આજે ધનલાભ થશે. આજના કામ તમારી પ્રગતિ સાથે જોડાયેલા હશે. મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ કરનાર લોકો માટે દિવસ સારો રહેશે. અટવાયેલા પૈસા મળશે. નોકરિયાત વર્ગની મહેનતથી અધિકારીઓ ખુશ થશે. કામ સમયસર પૂરા થઈ જશે. નજીકના લોકો કામમાં મદદ કરશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પૈસાની બાબતમાં તમે ઉદાર બનશો.

નગેટિવ- તમારે મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. પરિવારનું વાતાવરણ તમારી ચિંતા વધારશે. આ ચિંતામાં સમય અને ઉર્જા બન્નેનો વેડફાટ થશે. ખર્ચ પણવધી શકે છે. શાંત રહેવાની કોશિશ કરો.

ફેમિલી- પરિવારનું વાતાવરણ તમારી ચિંતા વધારશે.

લવ- પાર્ટનર ભાવુક રહેશે. પાર્ટનરને સમય આપવો પડશે.

કરિયર- બિઝનેસ કે નોકરીમાં યાત્રાથી ફાયદો થશે. તમારે સમય પણ આપવો પડશે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને દિવસ સારો રહેશે.

શું કરવું- માતાજીના મંદિરમાં લાલ ફૂલ ચઢાવવા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular