ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા 4 જુલાઈએ નીકળવાની છે. જેને લઇને આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. પોલીસના પ્રિરિહર્સલ બાદ આજે પોલીસ કમિશનર એ.કે.સિંઘની અધ્યક્ષતામાં ગ્રાન્ડ રિહર્સલ કરાયું છે.
જ્યારે આ રથયાત્રાના રૂટની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ બાદ આખરી ઓપ આપવામાં આવશે. જમાલપુરથી સરસપુર અને દરિયાપુરથી નિજ મંદિર સુધી ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જેમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા સુરક્ષાની ચકાસણી કરવામાં આવી રહી છે.તો આજે જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે. વૃંદાવન અને મથુરાથી આ નેત્રોત્સવ વિધિ માટે સાધુ સંતો આવી ગયા છે. આ દરમિયાન નિજ મંદિરમાં મોટા પ્રમાણમાં ભંડારો થશે અને મોટી સંખ્યામાં ભક્તો ભંડારાનો લાભ લેશે.