પત્નીની નોટિસ પર ભડક્યા રાઉત:શિવસેના નેતા બોલ્યા- મેરે સે પંગા મત લેના, મેં નંગા આદમી હું; શિવસૈનિકોએ ED ઓફિસ પર ભાજપનું બેનર લગાવ્યું

0
5

PMC બેન્ક કૌભાંડમાં વર્ષા રાઉતને પાઠવવામાં આવેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટના સમન્સ પર તેમના પતિ અને શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્રની વિરુદ્ધ સખ્ત નિવેદન આપ્યું છે. રાજયસભા સાંસદ રાઉતે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- મારી સાથે પંગો ન લેતા, હું નાગો માણસ છું અને બાલ સાહેબનો શિવસૈનિક છું.

રાઉતે કહ્યું- હું આ પ્રકારની ચીજોથી ડરું તેવો માણસ નથી. ED ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યું છે. મારી પત્નીને રાજકીય વિરોધના પગલે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે રાઉતે કહ્યું તે કાયદાનું પાલન કરશે.

પત્નીએ 10 વર્ષ પહેલા લીધી હતી 50 લાખની લોનઃ રાઉત
રાઉતે કહ્યું EDએ 10 વર્ષ જુનો કેસ કાઢ્યો છે. અમે મીડિલ ક્લાસના લોકો છીએ. મારી પત્ની ટીચર છે. તેણે પોતાના દોસ્ત પાસેથી 10 વર્ષ પહેલા 50 લાખની લોન લીધી હતી. તેમાં ED અને ભાજપને શું તકલીફ છે ?

મારી પાસે ભાજપના 121 લોકોની ફાઈલ
સંજય રાઉતે કહ્યું હું શિવસૈનિક છું. મારી પાસે ભાજપની ફાઈલ છે. જો તેને કાઢી તો તમારે નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ દેશ છોડીને ભાગવું પડશે. મારી પાસે 121 લોકોના નામ છે. ઝડપથી EDને આપીશ. એટલા નામ છે કે 5 વર્ષ EDએ કામ કરવું પડશે. ત્યારે EDને ખ્યાલ આવશે કે કોની સાથે પંગો લેવામાં આવે.

ED ઓફિસ ભાજપનું કાર્યાલય બની ગઈ છે
રાઉતે કહ્યું શિવસેના તરફથી પણ આવો જવાબ મળશે. અમારા માટે ED જરૂરી નથી. મેં કઈ ખોટું કર્યું નથી. પરિવારને નિશાન બનાવશો, તો એવો જ જવાબ આપીશું. ભાજપને PMC અને HDILની માહિતી અમે આપી હતી. ED ભાજપની ઓફિસ બની ગઈ છે. ભાજપના ઘણા નેતાઓ ત્યા આવતા-જતા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here