અમદાવાદ : સાબરમતી રેલવે કોલોની ખાતે રાવણ દહન કરવામાં આવ્યું

0
0

દેશના વિવિધ ભાગોમાં રાવણ દહન સાથે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ ના સાબરમતી રેલવે કોલોની ખાતે રાવણ દહન કરવામાં આવ્યું હતું.

અસત્ય પર સત્યની થઇ વિજય
સાબરમતી ખાતે કરાયું રાવણ દહન
51 ફૂટના રાવણ દહનના કાર્યક્રમનું  થયું આયોજન
મોટી સંખ્યામાં રાવણ દહન જોવા ઉમટ્યા લોકો
જય શ્રી રામ ના લાગ્યા નારા

નવરાત્રિમાં નવ દિવસ માતાની આરાધના કર્યા બાદ દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. વિજયાદશમીને દિવસ બાકી હોય છે ત્યારે રાવણના પૂતળા બનાવાની કામગીરી ને અંતિમ ઓપ આપી દેવાય છે. અમદાવાદમાં રામલીલા ભલે વધારે પ્રસિદ્ધ નથી, પરંતુ દશેરાનો આ પર્વ અનેક ઠેકાણે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન એવા દશેરાના પર્વે રાવણદહન કરાય છે દશેરાનાં દિવસે વિવિધ જગ્યાએ રાવણ દહનનો કાર્યક્મ યોજાય છે. અમદાવાદમા પાંચ જગ્યાએ રાવણ દહન કરવામાં આવ્યું હતું.

રાવણના પૂતળાનુ દહન ગણતરીની મીનીટોમાં થઇ જાય છે પણ તેને બનવા ભારે મહેનત કરવી પડે છે. દેશભર માં રાવણ દહન કરવામાં આવ્યું ત્યારે  અમદાવાદના અનેક વિસ્તારોમાં રાવણ દહનનુ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ના સાબરમતી રેલવે કોલોની ખાતે આવેલ મૈદાન માં છેલ્લા 53 વર્ષથી ચાલી આવી રહેલ પ્રથા ના અનુસાર સમસ્ત પંજાબી સમાજના લોકો કે જેઓ રામ ભગવાન ના વંશજ કહેવામાં આવે છે તેમના દવારા રાવણ દહન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી.

અસત્ય ની સામે સત્યનો વિજય સાથે સાંજે 4 વાગે આસપાસ વરઘોડા રૂપે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ અને હનુમાન સાથે સૌ કોઈ જોડાયા હતા અને સાંજે આશરે 6.45 આસપાસ રાવણ દહન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ત્યાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સ્વછતા અભિયાનના સંદેશ ને લોકો સુધી પહોંચાડવા માટે અને જાગૃતતા માટે  દેશ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ એક પ્લાસ્ટિક ભરેલા પ્રતિતાત્મક રાવણ નું પણ નિર્માણ કરી તેનું દહન કરી પ્લાસ્ટિક મુક્ત દેશ નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. 1965 થી પંજાબી સમાજ દ્વારા શરુ કરવામાં આવેલ રાવણ દહન પ્રથા હાલ પણ નિરંતર ચાલી રહેલ છે ઉપરાંત તમામ સમાજ એક બની સાથ અને સહકાર સાથે તે પરંપરાને નિરંતર આગળ વધાવી રહી છે અને આવનારી પેઢી દવારા પણ તે કાર્યરત રાખશે।.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here