ન્યૂ એન્ટ્રી : ‘KGF ચેપ્ટર 2’માં રવિના ટંડનની એન્ટ્રી, રમિકા સેનનો રોલ પ્લે કરશે

0
26

મુંબઈઃ કન્નડ ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’માં સંજય દત્ત બાદ હવે રવિના ટંડનની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં રવિના પીએમ રમિકા સેનનો રોલ પ્લે કરશે, જે ડેથ વોરંટ ઈશ્યૂ કરે છે. આ ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.

The lady who issues the death warrant has arrived!!!A warm welcome to you Raveena R Tandon mam. #RamikaSen In the building. #KGFChapter2

Posted by Prashanth Neel on Saturday, 8 February 2020

પહેલાં પાર્ટમાં પીએમનો ચહેરો નહોતો બતાવ્યો
‘KGF ચેપ્ટર 1’માં પહેલાં જ સીનમાં પ્રાઈમ મિનિસ્ટર રમિકા સેનને બતાવવામાં આવ્યા હતાં પરંતુ તે વખતે ચહેરો છુપાવીને રાખવામાં આવ્યો હતો. ફિલ્મમાં 1981નો સમય બતાવવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે રમિકા સેનનું પાત્ર તે સમયના પ્રાઈમ મિનિસ્ટર ઈન્દિરા ગાંધી સાથે મળતું આવે છે. ફિલ્મમાં રમિકા સેન ક્રિમિનલને રાક્ષસ તરીકે ગણાવે છે અને આર્મીને તેમનો નાશ કરવાનું કહે છે અને તે માટે તેઓ ડેથ વોરન્ટ પર સાઈન કરે છે.

રવિના ગયા વર્ષે આ ફિલ્મમાં જોવા મળી હતી
ગયા વર્ષે રવિના ટંડન ફિલ્મ ‘ખાનદાની શફાખાના’માં જોવા મળી હતી. આ પહેલાં વર્ષ 2015માં ‘બોમ્બે વેલવેટ’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. વર્ષ 2017માં તેની ત્રણ ફિલ્મ્સ આવી હતી, જેમાં ‘માતૃ’, ‘હનુમાન ધ દમદાર’ તથા ‘શબ’ સામેલ છે. રવિના ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે.

‘KGF’એ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી
ફિલ્મનો પહેલો પાર્ટ માત્ર 50-80 કરોડમાં બન્યો હતો. આ ફિલ્મે અંદાજે 243-250 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, અનંત નાગ, માલવિકા અવિનાશ જેવા સ્ટાર્સ જોવા મળશે.

ફિલ્મનો ક્લાઈમેક્સ આ હોઈ શકે છે
ફિલ્મની વાર્તાને લઈ એ વાત સામે આવી છે કે રોકી એટલે કે યશ ત્રણ દુશ્મનો ગરુણા, ઈનાયત ખલીલ તથા રીનાના બોયફ્રેન્ડ કમલ સામે લડે છે. ફિલ્મમાં આ ત્રણેય મરી જશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here